Home Education/Career Waves Summit To Be Held In Delhi On World Media Level Best Opprtunity For Content Creators And Digital Media Learner

WAVES સમિટ-2025 : ડિજિટલ મીડિયામાં કારકિર્દી બનાવવાની સોનેરી તક, પહેલીવાર એક પ્લેટફોર્મ પર એકત્ર થશે ક્રિયેટર્સનો જમાવડો

WAVES સમિટ-2025
Published by: Offbeat Team
| Last Updated: Dec 06, 2024, 06:35 AM IST

કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ઉપક્રમે ભારત મંડપમ નવી દિલ્હી ખાતે તા. ૦૫ થી ૦૯ ફેબ્રુઆરી, ૨૦૨૫ દરમિયાન વર્લ્ડ ઓડિયો-વિઝ્યુઅલ અને એન્ટરટેઈનમેન્ટ સમિટ-૨૦૨૫-WAVESનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ WAVES સમિટ, વિશ્વની પ્રથમ કન્વર્જન્સ ઇવેન્ટ તરીકે સાબિત થશે જે ડિજિટલ, મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ દુનિયા સાથે જોડાયેલા ક્રિએટર્સ માટે અર્થવ્યવસ્થામાં રોજગારની તકમાં વધારો કરશે. WAVES સમિટમાં ભારતની સમગ્ર યુનિવર્સિટીઓ, કોલેજો તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ https://wavesindia.org/challenges2025 અથવા https://mygov.in પર નોંધણી કરી વિશ્વની પહેલી એવી WAVES સમિટ-૨૦૨૫માં ભાગ લઇ શકશે.


સમિટમાં સહભાગી થવા https://wavesindia.org/challenges2025 અથવા https://mygov.in  પર નોંધણી કરાવાની રહેશે

WAVESના આયોજન થકી દેશના મીડિયા- એન્ટરટેઈનમેન્ટ સેક્ટરને વૈશ્વિક સ્તરે લઈ જઈ ભારતને આ ક્ષેત્રે ‘કન્ટેન્ટ હબ’ બનાવાશે

વિજેતા વિદ્યાર્થીઓને રૂ. 2.75 કરોડ સુધીની રોકડ રકમ, મહિન્દ્રા થાર ગાડી જેવા પુરસ્કાર ઈનામ રૂપે અપાશે 


મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ ઉદ્યોગને વધુ વેગ આપવા જાન્યુઆરી ૨૦૧૯માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મુંબઈ ખાતે ભારતીય સિનેમા માટે રાષ્ટ્રીય સંગ્રહાલય (નેશનલ મ્યુઝિયમ ઓફ ઇન્ડિયન સિનેમા)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને WAVES સમિટ યોજાવા જઈ રહી છે. આ સમિટ વૈશ્વિક સ્તરે મીડિયા અને મનોરંજન ક્ષેત્રમાં ક્રોસ-કલ્ચરલ સમાજમાં વિવિધતા લાવવાની સાથે વૈશ્વિક સ્ટેકહોલ્ડર્સ સાથે ભાગીદારીની તકો પણ ઉભી કરશે. આ સમિટનો મુખ્ય હેતુ ભારતના મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ સેક્ટરને વૈશ્વિક સ્તરે લઇ જઈ ભારતની યુવા પેઢીના સોફ્ટ પાવરને વધારી દેશને વૈશ્વિક કોન્ટેન્ટ હબ બનાવી કોન્ટેન્ટનો નિકાસ કરવાનો છે. આ સમિટ દ્વારા મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ ક્ષેત્રમાં ભારતીય મીડિયાનો વૈશ્વિક બજારમાં હિસ્સો વધશે અને આ ક્ષેત્ર સાથે જોડાયેલી યુવા પેઢી માટે રોજગારના નવા દ્વાર ખુલશે. 


WAVESના મુખ્ય ચાર સ્તંભ છે ૧) બ્રોડકાસ્ટિંગ અને ઈન્ફોટેનમેન્ટ ૨) AVGC/XR ૩) ડિજિટલ અને ૪) ફિલ્મ્સ. આ ચાર સ્તંભ હેઠળ ન્યૂઝ મીડિયા, ટીવી અને રેડિયો, સંગીત, એડવરટાઈઝિંગ, એનીમેશન, ગેમિંગ, કોમીક્સ,ઈ-સ્પોર્ટ્સ, AR/VR/XR, મેટાવર્સ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ઓટીટી પ્લેટફોર્મ, જનરેટીવ AI, ફિલ્મ્સ, શોર્ટ ફિલ્મ્સ, ડોક્યુમેન્ટરીઝ, ફિલ્મ ટેકનોલોજી, પ્રોડક્શન, પોસ્ટ- પ્રોડક્શન જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 


ફેબ્રુઆરી ૨૦૨૫માં યોજાનાર આ સમિટમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ માટે માસ્ટર ક્લાસ/વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ક્રીએટર્સ કોન્કલેવ, ફંડ્સ માટે ઇન્ફ્યુઝન અને અંતમાં ‘ક્રિએટ ઇન ઇન્ડિયા’ ચેલેન્જ ગ્રેંડ ફિનાલેનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ નિયત કરેલ વેબસાઈટ પર નોંધણી કરાવી ‘ક્રિએટ ઇન ઇન્ડિયા’ સીઝન-૧માં તેમના રસના વિષયની સ્પર્ધામાં ભાગ લઇ શકશે. જેમાં વિજેતા વિદ્યાર્થીઓને રૂ. ૨.૭૫ કરોડ સુધીના રોકડ પુરસ્કાર, વૈશ્વિક ઉદ્યોગ ઈવેન્ટ્સ માટે સ્પોન્સરશિપ, પ્રસિદ્ધ મ્યુઝિક લેબલ્સ સાથે રેકોર્ડિંગ, ઇન્ક્યુબેશન માટે સપોર્ટ, મહિન્દ્રા થાર ગાડી, પ્રકાશન માટે ડીલ્સ જેવા અન્ય પુરસ્કાર સહિત સર્ટીફિકેટ એનાયત કરવામાં આવશે.

 પાંચ દિવસીય WAVES સમિટમાં પહેલા ૩ દિવસ એટલે કે ૫, ૬ અને ૭ ફેબ્રુઆરી ૨૦૨૪ દરમિયાન વ્યવસાય સંબંધિત સેમિનારોનું આયોજન કરવામાં આવશે જયારે તા ૮ અને ૯ ફેબ્રુઆરી ૨૦૨૪ દરમિયાન જાહેર જનતા માટે ખુલ્લું મુકાશે તેમ, PIBની યાદીમાં જણાવાયું છે. 






Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

રેલવેમાં 'Assistant Loco Pilot' બનવાની સુવર્ણ તક!: 11 હજારથી વધુ જગ્યાઓ માટે ભરતી જાહેર! જાણો અરજી વિશે સંપૂર્ણ માહિતી

રેલવેમાં 'Assistant Loco Pilot' બનવાની સુવર્ણ તક!

GSSSB MPHW Recruitment 2026: ગુજરાત આરોગ્ય વિભાગમાં તગડા પગાર સાથે 254 જગ્યાઓ માટે ભરતી, આ તરીખ સુધી કરી લેજો અરજી

GSSSB MPHW Recruitment 2026

ભારતમાં કેટલા પ્રકારના છે પેટ્રોલિયમ પદાર્થો?: ક્યાં થાય છે તેનો વપરાશ?

ભારતમાં કેટલા પ્રકારના છે પેટ્રોલિયમ પદાર્થો?

સરકારી નોકરી તૈયારી કરતાં ઉમેદવારો માટે ‘સુવર્ણ તક’: રેલવેમાં 10,000 થી વધુ જગ્યાઓ માટે ભરતી!

સરકારી નોકરી તૈયારી કરતાં ઉમેદવારો માટે ‘સુવર્ણ તક’

હવે ઘરેબેઠાં થશે NEET, JEE, CUETની તૈયારી: નહીં પડે મોંઘા કોચિંગ ક્લાસમાં જવાની જરૂર, ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે આર્શીવાદરૂપ બનશે SATHEE App

હવે ઘરેબેઠાં થશે NEET, JEE, CUETની તૈયારી

શું તમને ખરેખર તેનો સાચો અર્થ ખબર છે?: આખરે શું હોય છે પિંક, બ્લૂ, ગોલ્ડ, વ્હાઇટ અને ગ્રે કોલર જોબ્સ?

શું તમને ખરેખર તેનો સાચો અર્થ ખબર છે?

MBBS પાસ ઉમેદવારો માટે સરકારી નોકરીની સુવર્ણ તક: 1300 થી વધુ જગ્યાઓ માટે ભરતી; જાણો કેવી રીતે કરશો અરજી?

MBBS પાસ ઉમેદવારો માટે સરકારી નોકરીની સુવર્ણ તક

સરકારી ડૉક્ટર બનવાની સુવર્ણ તક!: UPSC CMSની અરજી પ્રક્રિયા શરૂ, જાણો પરિક્ષા અને અરજી વિશે સંપૂર્ણ માહિતી

સરકારી ડૉક્ટર બનવાની સુવર્ણ તક!

ભારતમાં ઈચ્છામૃત્યુની મંજૂરી: જાણો કયા દેશમાં છે ઈચ્છામૃત્યુ માટે સૌથી સરળ નિયમો

ભારતમાં ઈચ્છામૃત્યુની મંજૂરી

SSC CGL ભરતીમાં મોટો ફેરફાર: હવે 15,000થી વધુ જગ્યાઓ પર થશે ભરતી, આજથી પ્રેફરન્સ વિન્ડો શરૂ; જાણો કઈ રીતે કરવી અરજી

SSC CGL ભરતીમાં મોટો ફેરફાર

સરકારી નોકરીની તૈયારી કરતાં ઉમેદવારો માટે 'સુવર્ણ તક': સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 15000થી વધુ ખાલી પદ માટે ભરતીની જાહેરાત

સરકારી નોકરીની તૈયારી કરતાં ઉમેદવારો માટે 'સુવર્ણ તક'

IAS, IPS, IFS કે IRS: જાણો કોનો દબદબો છે સૌથી વધુ અને કોને મળે છે સૌથી વધુ સેલરી

IAS, IPS, IFS કે IRS

ભારતના 5 સૌથી મજબૂત કરિયર: જેમાં મળશે સમાજમાં ભરપૂર સન્માન અને 'રૂપિયાનો ઢગલો' અલગ!

ભારતના 5 સૌથી મજબૂત કરિયર

UPSC સિવિલ સર્વિસ 2025નું રિઝલ્ટ જાહેર: અનુજ અગ્નિહોત્રી બન્યા ટોપર, 958 ઉમેદવારો ક્વોલિફાય

UPSC સિવિલ સર્વિસ 2025નું રિઝલ્ટ જાહેર

સરકારી નોકરી મેળવવાની છેલ્લી તક!: NCERTમાં 117 પદો માટે આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ, જાણો કેવી રીતે કરશો અરજી

સરકારી નોકરી મેળવવાની છેલ્લી તક!

Railway Recruitment 2026: રેલવેમાં 22,000થી વધુ જગ્યા પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી

Railway Recruitment 2026

AIને કારણે જેક ડોર્સીએ લીધો મોટો નિર્ણય: એકઝટકે 4,000 કર્મચારીઓને કર્યા છૂટા, સિલિકોન વેલીમાં ફેલાયો ફફડાટ

AIને કારણે જેક ડોર્સીએ લીધો મોટો નિર્ણય

"હું કોઈને પણ ન્યાયતંત્રને બદનામ કરવાની મંજૂરી નહીં આપું": NCERT ના નવા અભ્યાસક્રમ પર CJIનો આકરો પ્રહાર

"હું કોઈને પણ ન્યાયતંત્રને બદનામ કરવાની મંજૂરી નહીં આપું"

શું તમારે બનવું છે ક્રિકેટ મેચના કેમેરામેન?: જાણો આ હાઇ પેઈંગ જોબ માટેની સંપૂર્ણ પ્રોસેસ

શું તમારે બનવું છે ક્રિકેટ મેચના કેમેરામેન?

પરમાણુ બોમ્બ બનાવવા માટે કઈ સામગ્રીની પડે છે જરૂર?: જાણો ઈરાન પરમાણુ શક્તિ બનવાથી કેટલું દૂર

પરમાણુ બોમ્બ બનાવવા માટે કઈ સામગ્રીની પડે છે જરૂર?