Home Health-lifestyle Water Quality Status Of Yamuna River And Its Toxic Effects On Humans

શું યમુનાનું પાણી પીવા અને નહાવા લાયક છે? : શું કહે છે નિષ્ણાતો?

શું યમુનાનું પાણી પીવા અને નહાવા લાયક છે?
Published by: OBS Bureau
Last Updated: Jan 30, 2025, 09:31 AM IST

હરિયાણાના CMનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં મુખ્યમંત્રી નાયબ સિંહ યમુના નદીનું પાણી પીતા જોવા મળી રહ્યા છે. જે બાદ સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ રહી છે કે શું આ રીતે યમુનાનું પાણી પીવું યોગ્ય છે?. કારણ આપણે બધા જ જાણીએ છીએ યમુનાનું પાણી પીવા લાયક નથી. એટલે આજે આપણે વાત કરીશું કે સફાઈ વગર યમુનાનું પાણી પીવુ જોઈએ કે નહીં.

યમુનામાં અનેક કચરાનું મિશ્રણ છે.
દિલ્લીમાં વહેતી યમુના નદીના કેટલાક ભાગો પર ફરી એકવાર ઝેરી ફીણ જમા થઈ ગયું છે. યમુનાની સફાઈને લઈને રાજકારણ પણ થાય છે, પરંતુ આજે પણ લોકો તેની સફાઈનું કામ ક્યારે શરૂ થશે તેની રાહ જોઈ રહ્યા છે. યમુના નદીના ભાગો પર સફેદ ફીણ, ગટર અને ફેક્ટરીના કચરાનું મિશ્રણ છે.

યમુનાના કારમે અનેક લોકોનો ખતરો વધી જાય છે.
યમુના એ પવિત્ર નદી ગંગાની ઉપનદી છે. જે હિમાલયની દક્ષિણે લગભગ 855 માઈલ (1,376 કિલોમીટર) ઘણા રાજ્યોમાંથી વહે છે. યુમાના આ ફીણમાં એમોનિયા અને ફોસ્ફેટનું ઉચ્ચ સ્તર હોય છે. જેના કારણે શ્વાસ અને ત્વચા સંબંધિત રોગો થઈ શકે છે. ગંદા પાણીએ નવી દિલ્લીના 20 મિલિયનથી વધુ રહેવાસીઓને બીમાર કર્યા છે.

યમુના નદીના પાણીમાં ફીણ કેમ બને છે?
દિલ્લીમાં જ્યાંથી યમુના પસાર થાય છે ત્યાં મોટી સંખ્યામાં ફેક્ટરીઝ છે. જેનો કેમિકલ વેસ્ટ યમુનાના પાણીમાં ફિલ્ટર વગર નાખવામાં આવે છે. શહેરનું ગંદુ પાણી પણ સીધુ નદીમાં આવે છે જેના કારણે આ પાણી કાળું થઈ જાય છે અને ફીણ બનવા લાગે છે. નિષ્ણાતોના મતે, ઘરેલું અને ઔદ્યોગિક કચરામાં ફોસ્ફેટ્સ અને સર્ફેક્ટન્ટ્સ ધરાવતા ડિટર્જન્ટ હોય છે, જે ફોમિંગ વધારવાનું કામ કરે છે.

રસાયણો યમુના નદીના પાણીની સપાટીના તનાવને ઘટાડીને પરપોટા અને ફીણ બનાવે છે. જેની ટ્રીટમેન્ટ વગર ગટરમાં નાઈટ્રેટ્સ અને ફોસ્ફેટ્સ દ્વારા પ્રદૂષણનું સ્તર અનેક ગણું વધી જાય છે અને ફીણ વધુ બનવા લાગે છે. વૈજ્ઞાનિકો એક ખાસ પ્રકારના ફિલામેન્ટસ બેક્ટેરિયાને પણ આ ફીણનું કારણ માને છે. બાયો એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર જ્યારે યમુના નદી દિલ્લીમાંથી બહાર આવે છે ત્યારે ઓક્સિજન લેવલ શૂન્ય હોય છે અને સ્ટૂલ ઈન્ડિકેટર 9 લાખ સુધી હોય છે. આ સ્તર માત્ર મનુષ્યો માટે જ નહીં પરંતુ અન્ય જીવો માટે પણ જોખમી છે. 


યમુનાના પાણીમાં સ્નાન અને પીવાથી શું થાય છે?


1. શ્વાસ લેવામાં તકલીફ અથવા શ્વસન રોગોનું જોખમ
2. ગળુંના દુખાવો
3. આંખમાં બળતરા
4. ત્વચામાં બળતરા, ચકામા અને એલર્જી
5. લીવર-કિડનીને પણ જોખમ
6. જૂના રોગો ફરી આવી શકે

યમુના જળમાં સ્નાન કરતા પહેલા અને પછી શું કરવું

1. સ્નાન કરતા પહેલા પાણીની ગુણવત્તાને તપાસો.
2. નહાવા માટે યોગ્ય જગ્યા પસંદ કરો, એવી જગ્યાએ સ્નાન કરો જ્યાં ફીણ ઓછું હોય અને પાણી ઓછું ગંદુ લાગે
3. સ્નાન કર્યા પછી ત્વચાને સારી રીતે સાફ કરો.
4. સ્નાન કર્યા પછી ભીના કપડામાં વધુ સમય સુધી ના રહો.
5. સ્નાન કર્યા પછી શરીરને સારી રીતે સાફ કરો.
6. નહાવા માટેના કપડા પહેરીને સ્નાન કરો.
7. સ્નાન પહેલા અને પછી હાથ ધોવા.
8. સ્નાન કરતી વખતે મોં અને નાક બંધ રાખો.
10. જો તમને સ્નાન કર્યા પછી કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તરત જ ડોક્ટરની સલાહ લો.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now