logo-img
Want To Buy Maruti Fronx Amt On A Down Payment Of 1 Lakh Know About The Price And Feature

₹1 લાખના ડાઉન પેમેન્ટ પર Maruti Fronx AMT ખરીદવી છે! : તો કેટલી માસિક EMI ચૂકવવી પડશે?, જાણો દમદાર માઇલેજ અને ફીચર્સ વિશે

₹1 લાખના ડાઉન પેમેન્ટ પર Maruti Fronx AMT ખરીદવી છે!
Published by: Offbeat Team
| Last Updated: Feb 17, 2026, 08:30 AM IST

Maruti Fronx : ભારતીય બજારમાં Maruti Fronx ના ઘણા બધા ચાહકો છે. જો તમે નજીકના ભવિષ્યમાં આ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો એ જાણવું મહત્વપૂર્ણ છે કે શું તમે તેને EMI પર મેળવી શકો છો. Maruti Suzuki Fronx સ્ટાઇલિશ ડિઝાઇન, હાઇ માઇલેજ અને એડવાન્સ ફીચર્સ સાથે છે. જાણો Maruti Fronx ની કિંમત, EMI વિગતો, એન્જિન અને ફીચર્સ વિશેની માહિતી.

Maruti Fronx AMT ની કિંમત શું છે?

અમદાવાદમાં Maruti Fronx Delta AMT (પેટ્રોલ) વેરિઅન્ટની ઓન-રોડ કિંમત ₹9.13 લાખ છે. જો તમે આ કાર ₹1 લાખના ડાઉન પેમેન્ટથી ખરીદો છો, તો તમારે ₹8.13 લાખની કાર લોન લેવી પડશે. જો તમને આ લોન 9.8% ના વ્યાજ દરે અને 7 વર્ષ માટે લોન મેળવો છો, તો તમારે ટોટલ ₹11.26 ચૂકવવા પડશે. આ કાર પર તમને દર મહિને ₹13,415 ના EMI પર કાર મળશે.

એન્જિન અને માઇલેજ

Maruti Fronx ઓટોમેટિક 2 પેટ્રોલ એન્જિન ઓપ્શન સાથે ઓફર કરવામાં આવે છે: 1.2L AMT અને 1.0L ટર્બો TC. બંને એન્જિન શહેર અને હાઇવે બંનેમાં શાનદાર પર્ફોમન્સ અને માઇલેજ આપે છે. આ એન્જિનો સરળ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે આવે છે, જે ડ્રાઇવિંગને વધુ સરળ બનાવે છે.

કારના ફીચર્સ શું છે?

Maruti Fronx ઓટોમેટિકના ઇન્ટિરિયરને પ્રીમિયમ લુક આપવા માટે ડ્યુઅલ-ટોન થીમ છે. કારમાં 9-ઇંચની HD ટચસ્ક્રીન (SmartPlay Pro+), વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો/એપલ કારપ્લે, હેડ-અપ ડિસ્પ્લે (HUD), 360° કેમેરા, ક્રુઝ કંટ્રોલ, વાયરલેસ ચાર્જિંગ અને રીઅર એસી વેન્ટ્સ છે. 8-વે એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ, લેધરથી લપેટાયેલ સ્ટીયરિંગ વ્હીલ અને પુશ-બટન સ્ટાર્ટ જેવા ફીચર્સ પણ ઉપલબ્ધ છે.

કિંમત અને કોમ્પિટિટર્સ

Maruti Fronx Automatic ભારતમાં લોકપ્રિય કોમ્પેક્ટ SUV, જેમાં Hyundai Venue, Kia Sonet, Tata Nexon અને Mahindra XUV 3XO નો સમાવેશ થાય છે અને સાથે કોમ્પિટિશન કરે છે. તે કિંમત અને ફીચર્સના સંદર્ભમાં Hyundai Exter અને Tata Punch જેવી કેટલીક પ્રીમિયમ હેચબેક સાથે પણ કોમ્પિટિશન કરે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now