Home Sports Vvs Laxman Likely New Test Coach Team India England Series

ટેસ્ટ ટીમ ઈન્ડિયાનો બદલાઈ શકે છે કોચ : આ પૂર્વ દિગ્ગજને મળી શકે છે કમાન

ટેસ્ટ ટીમ ઈન્ડિયાનો બદલાઈ શકે છે કોચ
Published by: OBS Bureau
Last Updated: Jan 03, 2025, 07:44 AM IST

Team India New Test Coach: ટીમ ઈન્ડિયા હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે, જ્યાં બન્ને ટીમો વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમાઈ રહી છે. સિરીઝની છેલ્લી મેચ સિડનીમાં રમાઈ રહી છે. જેમાં રોહિત શર્મા રમી રહ્યો નથી. આ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી, આ પહેલા ટીમ ઈન્ડિયાને ન્યૂઝીલેન્ડ સાથે રમાયેલી હોમ ટેસ્ટ સિરીઝમાં 3-0થી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. હવે રોહિત શર્માની સાથે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર પણ સવાલોના ઘેરામાં છે. આ દરમિયાન એવી માહિતી સામે આવી રહી છે કે ટેસ્ટ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બદલાઈ શકે છે.

ઈંગ્લેન્ડ સાથેની સિરીઝમાં મેળવી શકે છે કમાન
જ્યારથી ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના ત્રણેય ફોર્મેટના મુખ્ય કોચ બન્યા છે, ત્યારથી ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. પહેલા લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયાને શ્રીલંકાના હાથે વનડે સીરીઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારબાદ ભારતીય ટીમને ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ સીરીઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે હવે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે, આ વર્ષે ઇંગ્લેન્ડ સાથે યોજાનારી ટેસ્ટ સિરીઝમાં ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચની કમાન પૂર્વ ભારતીય દિગ્ગજ VVS લક્ષ્મણને સોંપવામાં આવી શકે છે.


અહેવાલો સામે આવી રહ્યા છે કે, આ વર્ષે ઇંગ્લેન્ડ સાથે યોજાનારી ટેસ્ટ સિરીઝમાં ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચની કમાન પૂર્વ ભારતીય દિગ્ગજ VVS લક્ષ્મણને સોંપવામાં આવી શકે છે. જો કે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.


VVS લક્ષ્મણ હતા પ્રથમ પસંદ
ટાઈમ્સ નાઉએ એક અહેવાલમાં પીટીઆઈને ટાંકીને જણાવ્યું હતું કે, રાહુલ દ્રવિડ પછી ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે વીવીએસ લક્ષ્મણ બીસીસીઆઈની પ્રથમ પસંદગી હતા. જો કે, બીસીસીઆઈએ મુખ્ય કોચ બનવા માટે ઘણા વિદેશી દિગ્ગજોનો સંપર્ક પણ કર્યો હતો, પરંતુ કોઈ પણ ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનવા માંગતા ન હતા. જે બાદ ગંભીરને મુખ્ય કોચ બનાવવામાં આવ્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now