Home International Vladimir Putin Luxury Watch Collection Price Viral Report Russia

મગરના ચામડાથી બનેલી ઘડિયાળ પહેરે છે પુતિન : કિંમત જાણશો તો ઉડી જશે હોશ, જાણો વ્લાદિમિર પુતિનનું વૉચ કલેક્શન

મગરના ચામડાથી બનેલી ઘડિયાળ પહેરે છે પુતિન
Published by: OBS Bureau
Last Updated: Dec 04, 2025, 04:45 PM IST

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું વોચ કલેક્શન હંમેશા ચર્ચાનો વિષય બનેલું હોય છે. રાષ્ટ્રપતિ પુતિનને મોંઘી ઘડિયાળોનો ખૂબ જ શોખ છે. એવું કહેવાય છે કે તેમના ઘડિયાળોના કલેક્શનની કિંમત તેમણે જાહેર કરેલી સત્તાવાર સંપત્તિ કરતાં પણ વધારે છે. તેમના આ શોખના પુરાવા જાહેરમાં પણ જોવા મળ્યા છે, જ્યારે તેઓ અનેકવાર લક્ઝરી ઘડિયાળો પહેરેલા જોવા મળ્યા છે.

પુતિન 48 લાખની ઘડિયાળ પહેરે છે!

'મોસ્કો ટાઈમ્સ'ના રિપોર્ટ મુજબ, આજથી 10 વર્ષ પહેલા તેમને 'પેટેક ફિલિપ પરપેચ્યુઅલ' (Patek Philippe Perpetual) ઘડિયાળ પહેરેલા સ્પોટ કરવામાં આવ્યા હતા. માર્કેટમાં તેની કિંમત 60 હજાર ડોલર છે. ભારતીય રૂપિયામાં તેની કિંમત અંદાજે 48 લાખ રૂપિયા આંકવામાં આવે છે.

મગરના ચામડાની ઘડિયાળ કેટલી મોંઘી?

જાણકારોનું કહેવું છે કે પુતિનને મગરના ચામડાની (Crocodile skin) ઘડિયાળ પહેરવાનો શોખ છે. તેમના વોચ કલેક્શનમાં આ ઘડિયાળ સૌથી મોંઘી માનવામાં આવે છે. તેની કિંમત 5 લાખ ડોલર છે, એટલે કે સાડા ચાર કરોડ રૂપિયા. આ ઘડિયાળ નીલમ કાચ (Sapphire glass), પ્લેટિનમ અને મગરના ચામડામાંથી બનેલી છે. આ ઉપરાંત પુતિનને 'બ્લેન્કપેન લેમન એક્વા લંગ ગ્રાન્ડે ડેટ' (Blancpain Léman Aqua Lung Grande Date) નામની વોચ પહેરેલા પણ જોવામાં આવ્યા છે, જેની કિંમત 10 લાખ રૂપિયા જણાવવામાં આવે છે.

ફેક્ટરી કર્મચારીને આપી હતી ઘડિયાળ ગિફ્ટ

તેમના ઘડિયાળોના શોખનો પરચો તે સમયે પણ મળ્યો હતો, જ્યારે 'ગાર્ડિયન'ના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે તેમણે એક ફેક્ટરી કર્મચારીને 5,500 પાઉન્ડની 'બ્લેન્કપેન' ઘડિયાળ ભેટમાં આપી હતી. ત્યારે તે કર્મચારીના દીકરાએ કહ્યું હતું કે તેમના પિતાને આટલી મોંઘી ભેટની આશા ન હતી.

એકવાર વાયરલ થયું હતું પુતિનનું વોચ કલેક્શન

હકીકતમાં, રશિયાના વિરોધ પક્ષ 'સોલિડેરિટી'એ એકવાર એક વીડિયો જાહેર કર્યો હતો. જેમાં તેમને મોંઘી ઘડિયાળો પહેરેલા બતાવવામાં આવ્યા હતા. આ વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થયો હતો. આ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે પુતિનના ઘડિયાળોનું કલેક્શન 22 મિલિયન રુબલ્સનું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now