Home International Vladimir Putin Delhi Visit India Russia Summit Rajnath Singh Defense Cooperation Meeting

શું છે નવા સૈન્ય ટાર્ગેટ? : રાજનાથ સિંહ અને રશિયન રક્ષામંત્રી સાથે મહત્વની બેઠક

શું છે નવા સૈન્ય ટાર્ગેટ?
Published by: OBS Bureau
Last Updated: Dec 04, 2025, 07:04 PM IST

રશિયન ફેડરેશનના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન બે દિવસના પ્રવાસે ભારતની રાજધાની દિલ્હી પહોંચી ગયા છે. તેઓ તારીખ 5 ડિસેમ્બરના રોજ પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે અને 23મી ભારત રશિયા એન્યુઅલ સમિટમાં ભાગ લેશે. આ મુખ્ય સમિટ પહેલા બંને દેશો વચ્ચે મિલિટરી અને ટેકનિકલ કોઓપરેશન માટે એક હાઈ લેવલની મિનિસ્ટરિયલ મીટિંગ મળી હતી જેમાં બંને પક્ષે મહત્વની ચર્ચાઓ કરવામાં આવી હતી.

ભારતના ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહે આ બેઠકમાં રશિયન ડેલિગેશનનું સ્વાગત કરતા કહ્યું હતું કે બાયલેટરલ ડિફેન્સ કોઓપરેશન પર ચર્ચા કરવા માટે તમે અહીં પધાર્યા તે બદલ હું તમારો આભાર માનું છું. રશિયા ભારત માટે માત્ર એક મિત્ર નથી પણ સ્પેશિયલ પ્રિવિલેજડ અને સ્ટ્રેટેજિક પાર્ટનર છે. વર્ષ 2000 માં બંને દેશો વચ્ચે જે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ડિક્લેરેશન સાઈન થયું હતું તેના લીધે આપણા સંરક્ષણ સંબંધોમાં નોંધપાત્ર વધારો થયો છે.

વધુમાં રાજનાથ સિંહે કહ્યું હતું કે અત્યારે વિશ્વમાં જિયોપોલિટિકલ તણાવ અને અનિશ્ચિતતાનો માહોલ છે પરંતુ તેમ છતાં ભારત અને રશિયા વચ્ચેનો ડિફેન્સ કોઓપરેશન પૂરી રફ્તારથી આગળ વધી રહ્યો છે. આપણા આર્મ્ડ ફોર્સીસ અને ટેકનિકલ એક્સપર્ટ્સ વચ્ચે સતત વાતચીત થતી રહે છે જેના પરિણામે આ પાર્ટનરશિપ મજબૂત બની રહી છે અને આપણે સારા રિઝલ્ટ મેળવી રહ્યા છીએ.

સામે પક્ષે રશિયાના ડિફેન્સ મિનિસ્ટર આન્દ્રે બેલોસોવે ભારતીય પરંપરા મુજબ નમસ્તે કહીને પોતાનું સંબોધન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે મને ફરી એકવાર અહીં આવીને ખુશી થઈ છે. અમારી મિત્રતા મજબૂત પાયા પર ટકેલી છે અને પરસ્પર સન્માનની ભાવના ધરાવે છે. તેમણે એમ પણ કહ્યું કે પ્રવાસ દરમિયાન કારમાં થયેલી ચર્ચામાં પણ એ વાત સ્પષ્ટ થઈ હતી કે બંને દેશો ઉમદા પરંપરાઓ અને સંસ્કારોથી બંધાયેલા છે જે ભારત અને રશિયાની ખાસ ઓળખ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now