logo-img
Virosh Wedding Vijay Rashmika Will Become Each Others Spouses After Seven Rounds Haldi Sangeet Pictures Viral

VIROSH Wedding : વિજય-રશ્મિકા સાત ફેરા લઈ બનશે એકબીજાના જીવનસાથી, હલ્દી-સંગીતની તસવીરોએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

VIROSH Wedding
Published by: Offbeat Team
| Last Updated: Feb 26, 2026, 04:51 AM IST

સાઉથ સિનેમાના સુપરસ્ટાર વિજય દેવરકોંડા અને 'નેશનલ ક્રશ' રશ્મિકા મંદાનાના લગ્નનું કાઉન્ટડાઉન હવે પૂરું થવા આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી જે ઘડીની ફેન્સ રાહ જોઈ રહ્યા હતા, તે આખરે આવી ગઈ છે. રાજસ્થાનના શાહી શહેર ઉદયપુરમાં આજે આ સ્ટાર કપલ હંમેશા માટે એકબીજાના થઈ જશે. 'વિરોશ' (ViRosh) તરીકે ઓળખાતી આ જોડીના લગ્ન માટે ઉદયપુરની વૈભવી હોટલ આઈટીસી મોમેન્ટોસ (ITC Momentoes) સજીને તૈયાર છે. ગત ત્રણ દિવસથી અહીં પ્રી-વેડિંગ ફંક્શન્સની ધૂમ મચી છે અને હવે બસ થોડા જ કલાકોમાં બંને સાત ફેરા લઈને લગ્નના બંધનમાં બંધાશે.

લગ્નની વિધિઓની વાત કરીએ તો, બુધવારે 25 ફેબ્રુઆરીના રોજ હલ્દીની રસમ સાથે લગ્નનો વિધિવત પ્રારંભ થયો હતો. વિજય અને રશ્મિકાએ પોતે સોશિયલ મીડિયા પર હલ્દીની ઝલક શેર કરી હતી, જેમાં રશ્મિકાનું નિકનેમ 'Rushie' અને વિજયના નામની નેમપ્લેટ ફૂલોથી સજાવેલી જોવા મળી હતી. આ ભવ્ય લગ્ન માટે તેલુગુ અને કોડવા એમ બે અલગ-અલગ પરંપરાઓનું પાલન કરવામાં આવશે, જે બંને કલાકારોની સાંસ્કૃતિક વિરાસતનું સન્માન દર્શાવે છે.

તેલુગુ અને કોડવા પરંપરા મુજબ યોજાશે લગ્ન

વિજય અને રશ્મિકા પોતપોતાના કલ્ચરને માન આપતા બે અલગ રીતિ-રિવાજ મુજબ લગ્ન કરશે. પહેલો સમારોહ વિજય દેવરકોંડાના પરિવારની તેલુગુ હિન્દુ પરંપરા મુજબ યોજાશે. ત્યારબાદ ગુરુવાર સાંજે રશ્મિકાના પરિવારની કોડવા સંસ્કૃતિ (Kodava Culture) મુજબ લગ્નની વિધિઓ કરવામાં આવશે. આ ખાસ લગ્ન કરાવવા માટે તેલુગુ પંડિતો પણ ગઈકાલે જ ઉદયપુર પહોંચી ગયા છે.

સંગીત સંધ્યામાં જોવા મળી અનોખી લવ સ્ટોરી

હલ્દી બાદ યોજાયેલા સંગીત સમારોહમાં વિજય બ્લેક શેરવાનીમાં અને રશ્મિકા સિલ્વર કલરના લહેંગામાં ખૂબ જ સુંદર લાગતા હતા. આ કાર્યક્રમની ખાસિયત એ હતી કે વેન્યુ પર બંનેની અત્યાર સુધીની અનદેખી રોમેન્ટિક તસવીરો પ્રદર્શિત કરવામાં આવી હતી, જેમાં તેમની વેકેશનની સેલ્ફીથી લઈને ખાસ પળોનો સમાવેશ થતો હતો. સંગીત દરમિયાન વિજયની માતા માધવી દેવરકોંડાએ એક સરપ્રાઈઝ પરફોર્મન્સ આપીને સૌનું દિલ જીતી લીધું હતું.

સાસુએ રશ્મિકાને આપી પરિવારની વિરાસત

પરંપરા મુજબ, વિજયની માતાએ રશ્મિકાને તેમના પરિવારની ખાનદાની બંગડીઓ (Ancestral Bangles) ભેટમાં આપી છે. આ ભેટ માત્ર ઘરેણું નથી, પરંતુ રશ્મિકાને પરિવારની વહુ તરીકે સ્વીકારવા અને વારસો સોંપવાનું પ્રતીક માનવામાં આવે છે.

પૂલ પાર્ટીથી લઈને 'વિરોશ પ્રીમિયર લીગ' સુધીની મસ્તી

ઉદયપુરમાં લગ્નની મસ્તી 23 ફેબ્રુઆરીથી જ શરૂ થઈ ગઈ હતી. મહેમાનો માટે પૂલ પાર્ટી, કેન્ડલલાઇટ ડિનર અને વોલીબોલ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. 24 ફેબ્રુઆરીએ 'વિરોશ પ્રીમિયર લીગ' રમાઈ હતી, જેમાં વરરાજા અને કન્યાની ટીમો વચ્ચે ક્રિકેટની ટક્કર જોવા મળી હતી.

?s=20

લગ્ન બાદ હૈદરાબાદમાં યોજાશે ગ્રાન્ડ રિસેપ્શન

ઉલ્લેખનીય છે કે, વિજય અને રશ્મિકાએ લગ્નના માત્ર 4 દિવસ પહેલા જ સોશિયલ મીડિયા પર સત્તાવાર જાહેરાત કરી હતી. વાયરલ થયેલા લગ્નના કાર્ડ મુજબ, આજે ઉદયપુરમાં લગ્ન બાદ 4 માર્ચના રોજ હૈદરાબાદમાં એક ભવ્ય રિસેપ્શન યોજાશે, જેમાં દક્ષિણ ભારત અને બોલિવૂડની મોટી હસ્તીઓ હાજરી આપે તેવી શક્યતા છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now