Home Sports Virat Kohli Will Create History In International Cricket By Scoring A Century

IND vs AUS; Virat Kohli પાસે વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તક! : આ રેકોર્ડ બનાવતા જ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ઇતિહાસ રચશે

IND vs AUS; Virat Kohli પાસે વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તક!
Published by: OBS Bureau
Last Updated: Oct 17, 2025, 05:57 AM IST

Virat kohli upcoming World Record: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ODI સીરિઝની પહેલી મેચ 19 ઓક્ટોબરે રમાશે. આ પહેલી ODI માં ભારતના વિરાટ કોહલી પાસે ઇતિહાસ રચવાની તક હશે. જો વિરાટ કોહલી પોતાની પહેલી ODI માં સદી ફટકારવામાં સફળ રહે છે, તો તે એક એવો વિશ્વ રેકોર્ડ બનાવશે જે ઇતિહાસ રચશે. હાલમાં વિરાટ કોહલીના નામે 51 ODI સેંચુરી છે. જો તે સેંચુરી ફટકારવામાં સફળ થાય છે, તો તે વિશ્વ ક્રિકેટમાં એક જ ફોર્મેટમાં સૌથી વધુ સેંચુરી ફટકારવાનો રેકોર્ડ બનાવશે.

વિરાટ કોહલી વિશ્વ રેકોર્ડ તોડવાની નજીક

વિરાટ કોહલીને ODI ક્રિકેટમાં સૌથી વધુ સેંચુરી ફટકારનાર ખેલાડી તરીકેનો રેકોર્ડ વધારવા અને આ ફોર્મેટમાં તેની 52 મી સેંચુરી ફટકારવા માટે એક સેંચુરીની જરૂર છે. 2023 ના વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે, કોહલી આ ફોર્મેટમાં 50 સેંચુરી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો. અને સચિન તેંડુલકરનો 49 ODI સેંચુરીનો રેકોર્ડ તોડ્યો હતો. હવે જો વિરાટ કોહલી પોતાના આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં વધુ એક સેંચુરી ફટકારે છે, તો તે તેંડુલકરનો બીજો રેકોર્ડ તોડી નાખશે અને એક ફોર્મેટમાં સૌથી વધુ સેંચુરી ફટકારનાર ખેલાડી બની જશે. હાલમાં, સચિન તેંડુલકર પાસે ટેસ્ટમાં 51 સેંચુરી બનવાનો રેકોર્ડ છે. જે રેકોર્ડ તોડવાની તક વિરાટ કોહલી પાસે છે. કેમ કે, વિરાટ કોહલી પાસે પણ ODI માં 51 સેંચુરી છે.

વિરાટ કોહલી અને રોહિત શર્મા પર નજર

બધાની નજર રોહિત શર્મા અને વિરાટ કોહલી પર છે, જેઓ છેલ્લે ફેબ્રુઆરી-માર્ચમાં ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન ભારત માટે રમ્યા હતા અને હવે તે બંને ફક્ત 50-ઓવરના ફોર્મેટમાં જ રમે છે. બંને પૂર્વ ભારતીય કેપ્ટનોએ નેટમાં લગભગ 30 મિનિટ સુધી બેટિંગ કરી હતી. 19 ઓક્ટોબરથી શરૂ થનારા ત્રણ ODI અને પાંચ T20 મેચના મર્યાદિત ઓવરના પ્રવાસ માટે ભારતીય ટીમ બુધવાર અને ગુરુવારે બે જૂથોમાં પહોંચી હતી. રોહિત શર્મા નેટ્સમાં સમય વિતાવ્યા પછી હેડ કોચ ગૌતમ ગંભીર સાથે લાંબી વાતચીત કરતો પણ જોવા મળ્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now