Home Entertainment Virat Kohli Or Anushka Sharma Who Is Richer Know How Much Is The Total Wealth Networth Of Both

Virat Kohli કે Anushka Sharma કોણ છે વધુ અમીર? : જાણો બંનેની કુલ સંપત્તિ કેટલી? પાવર કપલે લગ્નમાં પાણીની જેમ વહાવ્યા હતા કરોડો રૂપિયા

Virat Kohli કે Anushka Sharma કોણ છે વધુ અમીર?
Published by: OBS Bureau
Last Updated: Dec 12, 2025, 10:23 AM IST

બોલિવુડની ચમક અને ક્રિકેટની દુનિયાની શાન – અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનું પ્રેમ સંબંધ ભારતના સૌથી લોકપ્રિય કપલ્સમાં ગણાય છે. 2017માં ઇટાલીના ટસ્કનીમાં ખાનગી રીતે લગ્ન કરનારા આ કપલે હંમેશા એકબીજાને સમર્થન આપ્યું છે અને તેમની કેમિસ્ટ્રીથી ફેન્સને પ્રેમનું નવું ઉદાહરણ આપ્યું છે. અનુષ્કા અને વિરાટ લગભગ 6 વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ 11 ડિસેમ્બર 2017ના રોજ લગ્નબંધનમાં બંધાયા હતા. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્ન 11 ડિસેમ્બર 2017ના રોજ થયા હતા. બંનેના લગ્ન બોલિવૂડ અને ક્રિકેટના સૌથી મોંઘા લગ્નોમાંથી એક છે. જેમાં કરોડો રૂપિયા વેન્યુથી લઈને અનુષ્કા શર્માના ડ્રેસીસ માટે ખર્ચ કરવામાં આવ્યા હતા. કહેવાય છે કે આ લગ્નમાં લગભગ 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

વિરુષ્કાનું નામ ઘણું પ્રખ્યાત છે ,વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની ખાસ વાત એ છે કે તે બંને પણ સંઘર્ષ કરીને અહીં પહોંચ્યા છે અને તેમના પરિવારમાંથી કોઈ પણ તેમના ફિલ્ડમાંથી નથી.વિરાટ કોહલી ક્રિકેટના મેદાનમાં પ્રભુત્વ ધરાવે છે, જ્યારે અનુષ્કા શર્મા ફિલ્મોમાં ખૂબ જ મજબૂત અભિનેત્રી તરીકે ઓળખાય છે. આજે તેઓ પુત્રી વામિકા અને પુત્ર અકાયના માતા-પિતા છે. બંને પોતાના વ્યસ્ત શેડ્યૂલ વચ્ચે પણ પરિવારને સમય આપવાનું ચૂકતા નથી અને સોશિયલ મીડિયા પર પણ એકબીજા માટેનો પ્રેમ વ્યક્ત કરતા રહે છે.

અનુષ્કા શર્માની નેટવર્થ

અનુષ્કા શર્માએ 2008માં શાહરૂખ ખાન સાથે ‘રબ ને બના દી જોડી’થી ડેબ્યૂ કર્યું હતું અને પછી ‘ઝીરો’, ‘સુલતાન’, ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’ જેવી ફિલ્મો આપી છે. તેણે પોતાનું પ્રોડક્શન હાઉસ ‘ક્લીન સ્લેટ ફિલ્મઝ’ પણ ચલાવે છે. એક રિપોર્ટ મુજબ અનુષ્કાની કુલ સંપત્તિ આશરે ₹255 કરોડ છે. તેની આવકના મુખ્ય સ્ત્રોત ફિલ્મો, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને પ્રોડક્શન હાઉસ છે.

વિરાટ કોહલીની નેટવર્થ

વિરાટ કોહલી ભારતીય ક્રિકેટના સૌથી મોટા સ્ટાર છે અને તેમની સંપત્તિ પણ ખૂબ મોટી છે. એક તાજેતરના રિપોર્ટ મુજબ વિરાટની કુલ નેટવર્થ ₹1050 કરોડ છે. તેમની આવકના મુખ્ય સ્ત્રોતમાં BCCI તરફથી દર વર્ષે ₹7 કરોડનો પગાર, IPLમાંથી ₹21 કરોડનો કરાર, અને વિવિધ બ્રાન્ડ્સના એન્ડોર્સમેન્ટ શામેલ છે. ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ માટે પણ તેઓ કરોડો રૂપિયા ચાર્જ કરે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now