Home Entertainment Virat Kohli First Car Tata Safari Cricketer Century In India Vs Pakistan Champions Trophy Match Player Diesel Car Filled With Petrol

કઈ હતી વિરાટ કોહલીની પહેલી કાર : કેમ લીધી હતી?

કઈ હતી વિરાટ કોહલીની પહેલી કાર
Published by: OBS Bureau
Last Updated: Feb 25, 2025, 07:13 AM IST

વિરાટ કોહલી આજકાલ પોતાની વિરાટ સેન્ચ્યુરી માટે થઈને ખુબ ચર્ચામાં છે. વિરાટ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓમાંનો એક છે. હાલમાં ચેમ્પિયન્સ ટ્રોફી ચાલી રહી છે, જેમાં વિરાટ કોહલીએ 23 જાન્યુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં સદી ફટકારી હતી, જેણે દેશને જીત અપાવી હતી.

પરંતુ શું તમે જાણો છો કે વિરાટ કોહલીએ ખરીદેલી પહેલી કાર કઈ હતી અને આજના સમયમાં તે કારની કિંમત શું છે, ચાલો જાણીએ.

વિરાટ કોહલીની પહેલી કાર


વિરાટ કોહલીની પહેલી કાર ટાટા સફારી હતી. તેમણે એક ઈન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. વિરાટે આ કાર ખરીદવા પાછળ એક કારણ હતું. કોહલીએ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સફારી તે સમયે એક એવી કાર હતી જેને રોડ પર જોઈને બાકીની કાર્સ જાતે જ ખસી જતી હતી. સારી રોડ પ્રેસન્સના કારણે વિરાટ આ કાર ખરીદવા માંગતો હતો.

ડીઝલની જગ્યા પર નંખાવ્યું હતું પેટ્રોલ

એ જ ઇન્ટરવ્યૂમાં વિરાટ કોહલીએ કહ્યું હતું કે એકવાર જ્યારે તે અને તેનો ભાઈ ટાટા સફારીમાં ડ્રાઈવ માટે ગયા હતા, ત્યારે તેઓએ ડીઝલની જગ્યાએ પેટ્રોલ નંખાવી દિધુ હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now