Home Sports Virat Kohli Created History A Big Miracle Happened On The Land Of Ahmedabad

તેંડુલકરને છોડી દીધો પાછળ : વિરાટ કોહલીએ રચ્યો સૌથી મોટો ઈતિહાસ, અમદાવાદની ધરતી પર થયો મોટો કરિશ્મા

તેંડુલકરને છોડી દીધો પાછળ
Published by: OBS Bureau
Last Updated: Feb 12, 2025, 02:23 PM IST

Virat kohli: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની વનડે શ્રેણીની ત્રીજી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં વિરાટ કોહલીએ ઈતિહાસ રચ્યો છે. તેણે સચિન તેંડુલકરને હરાવીને અમદાવાદની ધરતી પર મોટો કરિશ્મા કરી દીધો છે. તે એશિયાની ધરતી પર સૌથી ઝડપી 16 હજાર રન બનાવનાર પ્રથમ ખેલાડી બની ગયો છે.

સચિન તેંડુલકરે છોડી દીધો પાછળ
વિરાટ કોહલી સૌથી ઝડપી 16 હજાર રન બનાવનાર એશિયાનો પ્રથમ ખેલાડી બની ગયો છે. કોહલીએ 340 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી છે, જ્યારે સચિન તેંડુલકરે 353 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. જો કે હવે કોહલી સચિનને ​​હરાવીને આગળ નીકળી ગયો છે.

ઈંગ્લેન્ડ સામે 4 હજાર રન પૂરા કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો

વિરાટે આ મેચમાં એક નહીં પરંતુ બે મોટા રેકોર્ડ બનાવ્યા છે. તે ઈંગ્લેન્ડ સામે 4 હજાર રન પૂરા કરનાર ભારતનો પ્રથમ ખેલાડી બની ગયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now