Home Sports Virat Kohli Can Create History Against Punjab Can Break This Big Record Of David Warner

તૂટી શકે છે ડેવિડ વોર્નરનો આ મોટો રેકોર્ડ : પંજાબ સામે વિરાટ કોહલી રચી શકે છે આ મોટો ઈતિહાસ

તૂટી શકે છે ડેવિડ વોર્નરનો આ મોટો રેકોર્ડ
Published by: OBS Bureau
Last Updated: Apr 18, 2025, 03:37 PM IST

IPL 2025: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ 18 એપ્રિલે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો અત્યાર સુધી 6-6 મેચ રમી છે જેમાંથી 4-4 મેચ જીતી છે. આ મેચમાં બંને ટીમો પોતાને ટોપ-4માં જાળવી રાખવાનો પ્રયાસ કરશે. વિરાટ કોહલી અને અર્શદીપ સિંહ બંને માટે આ મેચ ખૂબ જ નિર્ણાયક હશે કારણ કે તેમની પાસે મોટું પ્રદર્શન કરવાની સારી તક હશે. જ્.ારે વિરાટ કોહલી આ મેચમાં એક મોટો રેકોર્ડ બનાવી શકે છે.

વિરાટ કોહલી પાસે આ મોટો રેકોર્ડ બનાવવાની તક
ડેવિડ વોર્નર હાલમાં પંજાબ કિંગ્સ સામે આઈપીએલમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ધરાવે છે. તેણે આ ટીમ સામે 26 મેચ રમી છે અને 49.30ની શાનદાર એવરેજથી 1134 રન બનાવ્યા છે. જ્યારે વિરાટ કોહલી આ યાદીમાં બીજા સ્થાને છે. તેણે પંજાબ કિંગ્સ સામે 32 મેચમાં 35.51ની એવરેજથી 1030 રન બનાવ્યા છે. જો કોહલી આગામી મેચમાં વધુ 105 રન બનાવશે તો તે ડેવિડ વોર્નરને પાછળ છોડીને પ્રથમ સ્થાને પહોંચી જશે.

પંજાબ કિંગ્સ સામે આઈપીએલમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન


ડેવિડ વોર્નર - 1134 રન
વિરાટ કોહલી - 1030 રન
શિખર ધવન - 894 રન
ફાફ ડુ પ્લેસિસ – 854 રન
રોહિત શર્મા - 848 રન

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now