Home Entertainment Virat Kohli Anushka Sharma Visit Premanand Maharaj Vrindavan Akshaya Tritiya

અક્ષય તૃતીયાના પવિત્ર પર્વે વિરુષ્કાની ભક્તિ : પ્રેમાનંદ મહારાજના લીધા આશીર્વાદ

Virat Kohli and Anushka Sharma sitting with Premanand Ji Maharaj
Published by: Vaishnavi Pathak
Last Updated: Apr 20, 2026, 11:38 AM IST

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અવારનવાર ધાર્મિક સ્થળોની મુલાકાત લેતા જોવા મળે છે. તાજેતરમાં અક્ષય તૃતીયાના (Akshaya Tritiya) પવિત્ર અવસરે આ કપલ વૃંદાવન પહોંચ્યું હતું. ત્યાં તેમણે પ્રખ્યાત સંત પ્રેમાનંદ જી મહારાજની (Premanand Ji Maharaj) મુલાકાત લીધી હતી અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા.

સત્સંગમાં જોવા મળી સાદગી

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે વિરાટ અને અનુષ્કા અત્યંત સાદગીપૂર્વક જમીન પર બેસીને મહારાજની વાણી સાંભળી રહ્યા છે. પ્રેમાનંદ મહારાજે કપલને આશીર્વાદ આપ્યા હતા અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આધ્યાત્મિકતા તરફ વળ્યું કપલ

છેલ્લા કેટલાક સમયથી વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની આધ્યાત્મિકતામાં રુચિ વધી છે. આ પહેલા પણ તેઓ વૃંદાવન, ઋષિકેશ અને ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરની મુલાકાત લઈ ચૂક્યા છે. ફેન્સ તેમના આ ભક્તિમય અંદાજને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર તેમના વખાણ થઈ રહ્યા છે.

આ પણ વાંચો: શું વિરાટ કોહલી આગામી મેચ નહીં રમી શકે? | કેપ્ટન રજત પાટીદારે કોહલીની ઈજા અંગેનો કર્યો ખુલાસો! | Offbeat Stories

સમય કાઢીને પહોંચ્યા ભક્તિના શરણે

પોતાના વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢીને વિરાટ અને અનુષ્કાએ આ મુલાકાત લીધી હતી. અક્ષય તૃતીયાના દિવસે સંતોના આશીર્વાદ લેવાને શુભ માનવામાં આવે છે. વિરાટ કોહલી હાલમાં તેની રમત પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે, ત્યારે આવી આધ્યાત્મિક શાંતિ તેને માનસિક રીતે મજબૂત બનાવવામાં મદદ કરે છે તેવું તેના ચાહકોનું માનવું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now