Home Sports Vinod Kambli Health Update Brain Blood Clots Free Treatment Akruti Hospital 5fcb78e4 Eecb 4e81 8bf5 1f288d3939c6

વિનોદ કાંબલી હોસ્પિટલમાં દાખલ : પૂર્વ ક્રિકેટરે તબિયત અંગે તોડ્યું મૌન, મફતમાં થશે સારવાર

વિનોદ કાંબલી હોસ્પિટલમાં દાખલ
Published by: OBS Bureau
Last Updated: Dec 24, 2024, 06:44 AM IST

Vinod Kambli Health Update: પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી તેની ખરાબ તબિયતને કારણે ચર્ચામાં છે. મુંબઈના થાણેની આકૃતિ હોસ્પિટલમાં દાખલ થયા બાદ વિનોદ કાંબલીએ પ્રથમ વખત પોતાની તબિયત અંગે મૌન તોડ્યું છે. 52 વર્ષીય વિનોદ કાંબલીએ તેમના સ્વાસ્થ્યની અપડેટ શેર કરી છે. તેમણે કહ્યું કે, તેના મગજમાં લોહી જામી ગયું હતું, જેના કારણે તેની હાલત ખરાબ થઈ ગઈ હતી.

ડોક્ટરોનો આભાર માનું છું: વિનોદ કાંબલી
વિનોદ કાંબલીએ ડોક્ટરોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, તે તમામ મેડિકલ સ્ટાફનો પણ આભાર માને છે. તેમણે મારી સારવાર અને સંભાળમાં કોઈ કસર છોડી નથી. કાંબલીના ફિઝિશિયન ડો. વિવેકે જણાવ્યું કે, જ્યારે તેમને પહેલીવાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે તેમની હાલત ખૂબ જ ગંભીર હતી. કાંબલીએ કહ્યું કે, હું આજે તેમના કારણે જીવિત છું.

કાંબલીની હાલત ગંભીર: ડોક્ટર
ડોક્ટર વિવેકે હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, જ્યારે કાંબલીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ત્યારે તે મોત અને જીંદગી વચ્ચે લડાઈ લડી રહ્યો હતો. તેમને શનિવારે દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ખૂબ જ તાવ હતો, ચક્કર આવતા હતા. તેઓ વ્યવસ્થિત રીતે બેસી પણ શકતા ન હતા અને ચાલી શકે તેવી સ્થિતિમાં પણ ન હતા.


VIDEO | Former Indian cricketer Vinod Kambli was admitted to Akruti Hospital, a private facility in Thane, Maharashtra, on Saturday, December 21, after his health condition deteriorated. The 52-year-old was brought to the hospital by one of his fans who also owns the hospital in… pic.twitter.com/128LnbYkcu — Press Trust of India (@PTI_News) December 23, 2024


કાંબલી કંઈ બીમારીથી પીડાઈ રહ્યા છે
ડોક્ટરના જણાવ્યા અનુસાર વિનોદ કાંબલીની સંપૂર્ણ તપાસ બાદ જાણવા મળ્યું કે, તેના શરીરમાં ઈલેક્ટ્રોલાઈટનું અસંતુલન છે અને પેશાબની નળીમાં ઈન્ફેક્શન ફેલાઈ ગયું છે. સોડિયમ અને પોટેશિયમનું પ્રમાણ ઘટી ગયું હતું, જેના કારણે શરીરમાં લોહીનો પ્રવાહ પણ ઓછો થયો હતો. જેના કારણે તેના આખા શરીરમાં ખેંચાણ થવા લાગી.

ફ્રીમાં થશે સારવાર
આકૃતિ હોસ્પિટલના ઈન્ચાર્જ એસ. સિંહે વિનોદ કાંબલીને મફત સારવારની ખાતરી આપી છે. તેમનું કહેવું છે કે, વિનોદ કાંબલી જીવનભર હોસ્પિટલમાંથી મફત સારવાર મેળવી શકશે. આનાથી વિનોદ કાંબલીને વધુ હિંમત મળી છે અને હવે તેમની તબિયત પહેલા કરતા સારી થઈ ગઈ છે.

લાઈમલાઈટથી દૂર હતો કાંબલી
ઘણા વર્ષો પહેલા ક્રિકેટમાંથી સંન્યાસ લેનાર વિનોદ કાંબલી ગયા વર્ષે સચિન તેંડુલકર સાથે એક ઈવેન્ટમાં જોવા મળ્યો હતો. લાઈમલાઈટથી આટલા વર્ષો દૂર રહીને કાંબલીને કેમેરામાં જોઈને બધા ચોંકી ગયા હતા. કાંબલીને ચાલવા માટે સહારો લેવો પડ્યો.

કાંબલીએ પોતાની બીમારી વિશે જણાવ્યું હતું
વિનોદ કાંબલીએ પોતાના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, એક મહિના પહેલા તે અચાનક જમીન પર પડી ગયો હતો, જેના કારણે તેને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. એક યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં વિનોદ કાંબલીએ જણાવ્યું કે, હું પેશાબની સમસ્યાથી ઝઝૂમી રહ્યો હતો. મારા પુત્ર, પુત્રી અને પત્નીએ મને ઘણો સાથ આપ્યો. મારું માથું અચાનક ફરવા લાગ્યું અને હું બેભાન થઈ ગયો. ત્યારે પણ મારે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now