VinFast VF MPV 7 : VinFast એ ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં પોતાની પકડ મજબૂત કરવા માટે નવી ઇલેક્ટ્રિક કાર VF MPV 7 લોન્ચ કરી દીધી છે. કંપનીએ આ કારની શરૂઆતી કિંમત 24.49 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) રાખી છે. ભારતમાં આ બ્રાન્ડનું આ ત્રીજું મોડલ છે. આ કાર ખાસ કરીને એવા લોકો માટે છે, જેઓ પ્રીમિયમ એક્સપિરિયન્સ અને લાંબી રેન્જ ઈચ્છે છે.
VinFast VF MPV 7 ની દમદાર બેટરી અને રેન્જ
આ કારની સૌથી મોટી ખાસિયત તેની બેટરી અને રેન્જ છે. VinFast VF MPV 7 માં 60.1kWh નું મોટું બેટરી પેક આપવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે, સિંગલ ચાર્જ કરવા પર આ કાર 517 કિમી (ARAI) સુધીની સફર ખેડી શકે છે. આમાં ફ્રન્ટ-માઉન્ટેડ ઇલેક્ટ્રિક મોટર છે, જે 201hp પાવર અને 280nm ટોર્ક જનરેટ કરે છે.
VinFast VF MPV 7 ની આકર્ષક ડિઝાઇન અને સાઇઝ
ડિઝાઇનની વાત કરીએ તો, આ કાર જોવામાં ખૂબ જ મોડર્ન લાગે છે. આ કારની લંબાઈ 4,740 mm અને પહોળાઈ 1,872 mm છે. કારની આગળની તરફ 'V' આકારના LED DRLs આપવામાં આવ્યા છે, જે બ્રાન્ડની ઓળખ છે. તેમાં 19-ઇંચના એલોય વ્હીલ્સ અને પાછળના ભાગમાં આખી પહોળાઈને આવરી લેતી પાતળી ટેલલાઇટ્સ તેને પ્રીમિયમ લુક આપે છે.
VinFast VF MPV 7 નું હાઇટેક ઇન્ટિરિયર અને પ્રીમિયમ ફીચર્સ
કારની અંદર મુસાફરોની સુવિધાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. VinFast VF MPV 7 માં 10.1-ઇંચની મોટી ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન, Android Auto અને Apple CarPlay ની કનેક્ટિવિટી મળે છે. આ ઉપરાંત, લેધરેટ સીટ્સ, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ (HVAC) અને ત્રીજી રો માટે અલગ AC વેન્ટ્સ જેવા પ્રીમિયમ ફીચર્સ આપવામાં આપવામાં આવ્યા છે. VinFast VF MPV 7 માં 'કેમ્પ મોડ' પણ છે, જે કાર ઉભી હોય ત્યારે પણ લાઈટ્સ અને AC ચાલુ રાખે છે.
VinFast VF MPV 7 નું બુકિંગ અને ફ્યુચર પ્લાન
જો તમે આ કાર ખરીદવા ઈચ્છો છો, તો તેનું બુકિંગ માત્ર 21,000 રૂપિયાની ટોકન રકમ સાથે શરૂ થઈ ગયું છે. કંપની ટૂંક સમયમાં તેનું કોમર્શિયલ વર્ઝન 'Limo Green' પણ લોન્ચ કરવાની તૈયારીમાં છે, જે આ વર્ષના અંત સુધીમાં આવી શકે છે.






