Home Entertainment Vijay Rashmikas Royal Reception In Hyderabad Gathering Of Veterans From Allu Arjun To Ram Charan

Vijay-Rashmika Reception : હૈદરાબાદમાં વિજય-રશ્મિકાનું રોયલ રિસેપ્શન, અલ્લુ અર્જુનથી લઈને રામ ચરણ સુધીના દિગ્ગજોનો જમાવડો

Vijay-Rashmika Reception
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 05, 2026, 04:58 AM IST

લાંબા સમયના ડેટિંગ અને અનેક અટકળો બાદ આખરે વિજય અને રશ્મિકાએ 26 ફેબ્રુઆરીએ રાજસ્થાનના ઉદયપુરમાં સાત ફેરા લીધા હતા. લગ્નની વિધિઓ અત્યંત ખાનગી રાખવામાં આવી હતી, પરંતુ હૈદરાબાદનું રિસેપ્શન કોઈ ફિલ્મ એવોર્ડ ફંક્શન જેવું ભવ્ય લાગી રહ્યું છે. આ પ્રસંગે રશ્મિકા મંદાના ટ્રેડિશનલ લાલ સાડીમાં અપ્સરા જેવી સુંદર લાગી રહી હતી, જ્યારે વિજય દેવરકોંડાએ પણ દક્ષિણ ભારતીય પરંપરાગત પોશાકમાં દમામદાર એન્ટ્રી કરી હતી. આ સેલિબ્રેશનમાં માત્ર ફિલ્મ સ્ટાર્સ જ નહીં, પરંતુ મોટા રાજકારણીઓએ પણ હાજરી આપી નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા.

સાઉથના સુપરસ્ટાર્સ અને બોલિવૂડ સેલેબ્સની હાજરી

રિસેપ્શનમાં સાઉથ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજોનો દબદબો જોવા મળ્યો હતો. 'પુષ્પા' સ્ટાર અલ્લુ અર્જુન ફ્લોરલ જેકેટ અને કુર્તામાં સ્ટાઇલિશ અંદાજમાં પહોંચ્યો હતો. આ ઉપરાંત રામ ચરણ તેની પત્ની ઉપાસના સાથે, જ્યારે મેગાસ્ટાર ચિરંજીવી, નાગાર્જુન અને નાગ ચૈતન્ય પણ પરિવાર સાથે હાજર રહ્યા હતા. બોલિવૂડમાંથી ફિલ્મ મેકર કરણ જોહર અને એક્ટ્રેસ ક્રિતી સેનન ખાસ હાજરી આપી હતી. રિયા ચક્રવર્તી, મૃણાલ ઠાકુર અને નીના ગુપ્તા જેવા કલાકારોએ પણ પોતાના ગ્લેમરસ લુકથી રિસેપ્શનની રોનક વધારી હતી.

બે અલગ અલગ પરંપરાથી થયા લગ્ન

વિજય અને રશ્મિકાના લગ્ન ૨૬ ફેબ્રુઆરીએ ઉદયપુરના આઈટીસી મમેન્ટોસ રિસોર્ટમાં ખૂબ જ શાહી અંદાજમાં થયા હતા. ખાસ વાત એ છે કે લગ્ન બે અલગ-અલગ રીતિ-રિવાજો મુજબ સંપન્ન થયા હતા. સવારે તેલુગુ પરંપરા મુજબ વિધિઓ કરવામાં આવી હતી, જ્યારે સાંજે રશ્મિકાના વતન કર્ણાટકની 'કોડવા' પરંપરા અનુસાર લગ્ન થયા હતા. સંગીત સેરેમનીમાં પણ વિજયના ભાઈ આનંદ દેવરકોંડા અને રશ્મિકાએ સ્ટેજ પર જોરદાર ડાન્સ પરફોર્મન્સ આપી મહેમાનોનું દિલ જીતી લીધું હતું.

Image

ચાહકો માટે ખાસ આયોજન અને કડક સુરક્ષા

સેલેબ્સ માટે રિસેપ્શન યોજતા પહેલા, વિજય અને રશ્મિકાએ બપોરે હૈદરાબાદમાં પોતાના ચાહકો સાથે મુલાકાત કરી હતી. આ કપલે ફેન્સ સાથે લગ્નની વાતો શેર કરી અને તેમને જાતે ભોજન પણ પીરસ્યું હતું. જોકે, રાત્રિના રિસેપ્શનમાં સુરક્ષાના કારણોસર ખૂબ જ કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. સત્તાવાર ઇન્વિટેશન કાર્ડ વગર કોઈને પણ હોટેલમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. હૈદરાબાદ પોલીસના વધારાના જવાનો પણ સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા હતા.

રાજકીય હસ્તીઓ દ્વારા આશીર્વાદ

આ ભવ્ય સમારોહમાં રાજકીય ગલિયારાના જાણીતા ચહેરાઓ પણ જોવા મળ્યા હતા. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર ખાસ હૈદરાબાદ પહોંચ્યા હતા. તેમણે વિજય અને રશ્મિકાને પુષ્પગુચ્છ અર્પણ કરીને સુખી દાંપત્ય જીવનના આશીર્વાદ આપ્યા હતા. સફેદ ફૂલો અને કાળા પડદાથી સજાવવામાં આવેલી હોટેલ તાજ કૃષ્ણાની એન્ટ્રી આ હાઈ-પ્રોફાઈલ ઈવેન્ટની સાક્ષી બની હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now