Home Sports Vijay Hazare Trophy Fans Unique Craze Despite Ban On Watching Matches Watch Video

વિજય હજારે ટ્રોફી; Virat Kohli ની ધમાકેદાર સેન્ચુરી! : મેચ જોવા પર પ્રતિબંધ હોવા છતાં ફેન્સનો અનોખો ક્રેઝ, જુઓ Video

વિજય હજારે ટ્રોફી; Virat Kohli ની ધમાકેદાર સેન્ચુરી!
Published by: OBS Bureau
Last Updated: Dec 25, 2025, 09:34 AM IST

Virat Kohli's explosive century in the Vijay Hazare Trophy: વિજય હજારે ટ્રોફી 2025-26 ની શરૂઆત દિલ્હી માટે ધમાકેદાર રહી છે. આંધ્રપ્રદેશ સામેની પ્રથમ મેચમાં દિલ્હીની ટીમને જીત મળી હતી, પરંતુ આ મેચ મેદાન પરના સ્કોર કરતા સ્ટેડિયમની બહારના દ્રશ્યો માટે વધુ ચર્ચામાં રહી. 'King' કોહલીને લાંબા સમય પછી વિજય હજારે ટ્રોફીમાં રમતા જોવા ચાહકો સ્ટેડિયમમાં આવી શક્યા નહીં પરંતુ ફેન્સ મેદાનની આસપાસના ઊંચા ઝાડ પર ચઢી ગયા હતા અને ત્યાં બેસીને આખી મેચનો આનંદ માણ્યો હતો, જેનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

કોહલીની વિરાટ ઇનિંગ

મેચની વાત કરીએ તો, વિરાટ કોહલીએ ફરી એકવાર સાબિત કર્યું કે, તેને કેમ વિશ્વનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન માનવામાં આવે છે. કોહલીએ માત્ર 101 બોલમાં 131 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી, જેમાં 14 ચોગ્ગા અને 3 ગગનચુંબી છગ્ગાનો સમાવેશ થાય છે. 129.70 ના સ્ટ્રાઇક રેટ સાથે રમીને તેને આંધ્રપ્રદેશના બોલરોને લાચાર કરી દીધા હતા અને સત્યનારાયણ રાજુની ઓવરમાં આઉટ થતા પહેલા વિરાટ કોહલીએ દિલ્હી માટે જીતને સુનિશ્ચિત કરી દીધી હતી.

આખી મેચમાં શું બન્યું?

મેચની વાત કરીએ તો, આંધ્રપ્રદેશે પ્રથમ બેટિંગ કરતા રિકી ભુઈની 122 રનની શાનદાર સેન્ચુરીની મદદથી 50 ઓવરમાં 298/8 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીની ટીમે વિરાટ કોહલી (131), પ્રિયાંશ આર્ય (74) અને નીતીશ રાણા (77) ના શાનદાર યોગદાનથી માત્ર 37.4 ઓવરમાં 300 રન બનાવીને 4 વિકેટે જીત મેળવી લીધી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now