Home Entertainment Vijay Deverakonda Rashmika Mandanna Sangeet Dance Video Viral Vijay Lifts Rashmika In Arms Romantic Dance Inside Photos

રશ્મિકા-વિજયના સંગીતમાં રોમાન્સનો તડકો : રશ્મિકાને ખોળામાં ઉઠાવીને નાચ્યો વિજય, જુઓ સરપ્રાઈઝ પરફોર્મન્સ

રશ્મિકા-વિજયના સંગીતમાં રોમાન્સનો તડકો
Published by: OBS Bureau
Last Updated: Mar 03, 2026, 10:47 AM IST

Vijay Rashmika Sangeet Ceremony: સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોંડા અને 'નેશનલ ક્રશ' રશ્મિકા મંદાના હવે સત્તાવાર રીતે એકબીજાના જીવનસાથી બની ગયા છે. 26 ફેબ્રુઆરીએ રાજસ્થાનના ઉદયપુરમાં શાહી લગ્ન કર્યા બાદ, આ કપલે મંગળવારે તેમની સંગીત સંધ્યાની 'ઇનસાઇડ' તસવીરો અને વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આ પોસ્ટમાં તેમણે આ રાતને “પ્રેમ, ખુશીના આંસુ અને સંગીતથી ભરેલી રાત” ગણાવી હતી. આ ખાસ અવસરે રશ્મિકા અને વિજયે જાણીતા ડિઝાઇનર ફાલ્ગુની શેન પીકોકના આઉટફિટ્સમાં સજ્જ થઈને સ્ટેજ પર ધૂમ મચાવી હતી. ખાસ કરીને એક વીડિયોમાં વિજય રશ્મિકાને પોતાની બાહોમાં ઉઠાવીને નાચતો જોવા મળ્યો હતો, જે જોઈને ચાહકોમાં રોમાંચ ફેલાઈ ગયો છે.

સવારે 4 વાગ્યા સુધી ચાલી ડીજે પાર્ટી

સંગીત સમારોહમાં માત્ર કપલ જ નહીં, પણ બંને પક્ષના પરિવારજનોએ પણ જોરદાર પરફોર્મન્સ આપ્યું હતું. રશ્મિકાએ વિજય માટે એક ખાસ સોલો ડાન્સ તૈયાર કર્યો હતો, જે તેના માટે મોટી સરપ્રાઈઝ હતી. આ મ્યુઝિકલ નાઈટ એટલી મનોરંજક હતી કે મહેમાનો અને પરિવારના સભ્યો સવારે 4 વાગ્યા સુધી ડીજેના તાલે ઝૂમતા રહ્યા હતા. રશ્મિકાએ લખ્યું કે, "અમે બંને એકબીજાને અને પરિવાર અમને સરપ્રાઈઝ આપવા માંગતો હતો, તે રાત અમારા માટે યાદગાર બની ગઈ."

બે અલગ પરંપરાઓ મુજબ થયા લગ્ન

ઉદયપુરના આઈટીસી મોમેન્ટોસ રિસોર્ટમાં યોજાયેલા આ લગ્ન ખૂબ જ ખાનગી રાખવામાં આવ્યા હતા. 26 ફેબ્રુઆરીના રોજ સવારે તેલુગુ રીતિ-રિવાજો મુજબ લગ્ન સંપન્ન થયા હતા, જ્યારે સાંજે રશ્મિકાની મૂળ 'કોડવા' પરંપરા મુજબ વિધિઓ કરવામાં આવી હતી. આ રીતે બંનેએ પોતપોતાની સંસ્કૃતિને માન આપીને નવા જીવનની શરૂઆત કરી છે.

4 માર્ચે હૈદરાબાદમાં ભવ્ય રિસેપ્શન

લગ્નની ધામધૂમ બાદ હવે હૈદરાબાદમાં એક ભવ્ય વેડિંગ રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે. 4 માર્ચના રોજ યોજાનારા આ ફંક્શનમાં તેલુગુ, હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકારો હાજરી આપશે. આ ઉપરાંત રાજકીય ક્ષેત્રના મહાનુભાવો પણ નવદંપતીને આશીર્વાદ આપવા પહોંચશે. હાઈ-પ્રોફાઈલ મહેમાનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રિસેપ્શનમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને માત્ર સત્તાવાર આમંત્રણ ધરાવતા લોકોને જ પ્રવેશ આપવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now