Home International Vietnam Boat Accident 15 Indian Tourists Dead List Released

વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓને લઈ જતી બોટ પલટી : 15 ભારતીયોના મોતની પુષ્ટિ, મૃતકોની યાદી જાહેર

15 ભારતીયોના મોત થયા. ભારતીય દૂતાવાસે મૃતકોની યાદી જાહેર કરી.
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 11, 2026, 05:25 PM IST

વિયેતનામના લોકપ્રિય પર્યટન સ્થળ ફુ ક્વોક (Phu Quoc) ટાપુ નજીક ભારતીય પ્રવાસીઓને લઈ જતી બોટ પલટી જવાની દુર્ઘટનામાં હવે 15 ભારતીય પ્રવાસીઓના મોતની પુષ્ટિ થઈ છે. અગાઉ મૃત્યુઆંક અંગે માત્ર આશંકા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ હવે સત્તાવાર રીતે મૃતકોની યાદી જાહેર કરવામાં આવી છે. દુર્ઘટના બાદ સ્થાનિક બચાવ દળોએ તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું, જ્યારે હનોઈ સ્થિત ભારતીય દૂતાવાસ અને હો ચી મિન્હ સિટી સ્થિત ભારતીય કોન્સ્યુલેટ સમગ્ર ઘટનાક્રમ પર સતત નજર રાખી રહ્યા છે. ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે વિયેતનામના સ્થાનિક વહીવટી તંત્ર સાથે સતત સંપર્કમાં રહીને બચાવ અને રાહત કામગીરીનું સંકલન કરવામાં આવી રહ્યું છે. મૃતકોના પરિવારજનો સુધી માહિતી પહોંચાડવા તેમજ અન્ય ભારતીય નાગરિકોને જરૂરી સહાય પૂરી પાડવા માટે કન્ટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યા છે. દુર્ઘટનામાં બચી ગયેલા પ્રવાસીઓની સ્થિતિ અંગે પણ સતત માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.

15 ભારતીય પ્રવાસીઓના મોત બાદ શોકની લાગણી

બોટ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા 15 ભારતીય પ્રવાસીઓની ઓળખ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી રહી છે અને મૃતદેહોને ભારત લાવવા સહિતની પ્રક્રિયા માટે ભારતીય દૂતાવાસ સ્થાનિક સત્તાવાળાઓ સાથે સંકલન કરી રહ્યું છે. આ દુર્ઘટનાએ ભારત સહિત વિયેતનામમાં પણ શોકનો માહોલ સર્જ્યો છે. દુર્ઘટના કેવી રીતે બની, બોટમાં કેટલા મુસાફરો સવાર હતા, હવામાનની સ્થિતિ અને સુરક્ષા ધોરણોનું પાલન થયું હતું કે નહીં તે સહિતના તમામ મુદ્દાઓની સ્થાનિક તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ દુર્ઘટનાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.



આ પણ વાંચો
: અમેરિકા-ઈરાન ફરી યુદ્ધની આરે? : શાંતિ કરાર પછી એવું શું થયું કે બન્ને દેશોના સુપ્રીમ લીડર એક બીજાના લોહીના પ્યાસા બન્યા, જાણો સંઘર્ષની અંદરની કહાની

ભારતીય દૂતાવાસે હેલ્પલાઇન ચાલુ રાખી

દુર્ઘટના બાદ હો ચી મિન્હ સિટી સ્થિત ભારતીય કોન્સ્યુલેટ જનરલ અને હનોઈ સ્થિત ભારતીય દૂતાવાસે અલગ-અલગ હેલ્પલાઇન નંબર જાહેર કરીને અસરગ્રસ્ત પરિવારજનોને સંપર્ક કરવા અપીલ કરી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે કોઈપણ ભારતીય નાગરિકને માહિતી અથવા સહાયની જરૂર હોય તો કન્ટ્રોલ રૂમનો સંપર્ક કરી શકે છે. ભારતીય દૂતાવાસે ખાતરી આપી છે કે વિયેતનામમાં રહેલા તમામ ભારતીય નાગરિકોની સુરક્ષા અને જરૂરી સહાય માટે દરેક શક્ય પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now