બોલીવુડના પ્રતિભાશાળી અને વર્સેટાઈલ એક્ટર વિકી કૌશલ હવે ભારતીય સિનેમાના એક યશસ્વી દિગ્ગજ ગુરુદત્તની ભૂમિકા ભજવી શકે છે. તાજેતરના રિપોર્ટ મુજબ, વિકી હાલ ગુરુદત્તની બાયોપિક માટે પ્રથમ પસંદગી તરીકે ચર્ચાઈ રહ્યો છે.
આ બાયોપિકનું નિર્માણ Ultra Media & Entertainment Group દ્વારા થવાનું શક્ય છે એક એવી કંપની જેને ગુરુદત્તની ક્લાસિક ફિલ્મોની અધિકૃત માલિકી છે. કંપની ગુરુદત્તના જીવન પર આધારિત ફિલ્મ બનાવવા ઉપરાંત, તેની અમર કૃતિઓને આધુનિક વેબ શ્રેણી તરીકે પણ રજૂ કરવાની યોજના ધરાવે છે.
Ultra Mediaના COO રજત અગ્રવાલે જણાવ્યું કે:
“બાયોપિક બનાવવી એટલે એ વ્યક્તિની મહાનતા, ભાવનાઓ અને યાત્રાને સાચી રીતે ઝીલી બતાવવી અને એ એક મોટો પડકાર હોય છે. અમે એવા દિગ્દર્શકની શોધમાં છીએ, જે ગુરુદત્તના અભિન્ન ચાહક હોય અને તેમના જીવનને નિખાલસ રીતે રજૂ કરી શકે.” તેમણે જણાવ્યું કે તેઓ ગુરુદત્તના પરિવાર સાથે સતત સંપર્કમાં છે અને હાલ બે જાણીતા દિગ્દર્શકો સાથે ચર્ચા ચાલી રહી છે. પ્રોજેક્ટ ફાઇનલ થયા પછી વધુ વિગતો જાહેર થશે. જ્યારે પુછાયું કે કયા અભિનેતાને આ ભૂમિકા માટે યોગ્ય માનવામાં આવે છે, ત્યારે અગ્રવાલે ખુલાસો કર્યો:
“એક જ નામ કહેવું મુશ્કેલ છે, પરંતુ વિકી કૌશલ એવા એક્ટર છે, જે ગુરુદત્તની ભાવનાત્મક ઊંડાણતાને સક્રીન પર લાવી શકે.”
હાલમાં વિકી કૌશલ સંજય લીલા ભન્સાલી દ્વારા નિર્મિત ફિલ્મ ‘Love & War’ માટે તૈયારીમાં છે, જેમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
અને જો બધું યોજના મુજબ ચાલે, તો વિકી કૌશલ very soon ગુરુદત્તના પાત્રમાં નજરે પડશે, એવું પાત્ર જે માત્ર એક રોલ નથી પણ ભારતીય ફિલ્મ ઇતિહાસમાં અમૂલ્ય સ્થાન ધરાવે છે.
શોકિંગ વિવાદ બાદ સમય રૈનાના શોની ધમાકેદાર એન્ટ્રી: Netflix અને YouTube પર એકસાથે થશે સ્ટ્રીમ!






