NDA અને INDIA એલાયન્સે ઉપરાષ્ટ્રપતિ પદ માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. બંન્ને ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ભર્યા છે. હવે હરિયાણાના એક વ્યક્તિએ પણ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે. તે વ્યક્તિનું નામ જગત સિંહ છે. જગત સિંહ 71 વર્ષના છે અને તેઓ ક્લાર્ક પદ પરથી નિવૃત્ત થયા છે.
ત્રણ વાર રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી પત્ર ભર્યું છે
જગત સિંહે અગાઉ ત્રણ વાર રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી પત્ર ભર્યું છે, પરંતુ ઔપચારિકતાઓ પૂર્ણ ન કરી શકવાને કારણે તેમનું ઉમેદવારી પત્ર દરેક વખતે રદ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, તેઓ ભૂતકાળમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણી પણ લડી ચૂક્યા છે.
વીજળી નિગમમાં ક્લાર્કે તરીકે કામ કરતા હતા
જગત સિંહ મૂળ ચાંગ ગામના છે. તેઓ વીજળી નિગમમાં ક્લાર્કે તરીકે કામ કરતા હતા. તેઓ વર્ષ 2012 માં વીજળી નિગમમાંથી નિવૃત્ત થયા હતા. હવે તેમણે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી પત્ર ભર્યું છે. જગત સિંહે જણાવ્યું હતું કે, 36 વર્ષ અને બે મહિના સુધી વીજળી વિભાગમાં કામ કર્યું છે અને ક્યારેય કોઈ પાસેથી લાંચ લીધી નથી. મેં સાચા દિલથી લોકો માટે કામ કર્યું છે.
જગત સિંહ ઉમેદવારી નોંધાવી શકે?
ભારતમાં રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી કરવા માટે, પ્રસ્તાવક તરીકે 50 સાંસદો અને સમર્થક તરીકે 50 સાંસદો હોવા જરૂરી છે. જ્યારે, ઉપરાષ્ટ્રપતિ પદ માટે, આ સંખ્યા 20+20 છે એટલે કે કુલ 40 સાંસદોનું સમર્થન જરૂરી છે. જગત સિંહને કોઈ પણ સાંસદનું સમર્થન મળ્યું ન હતું, જેના કારણે આ વખતે પણ તેમનું ફોર્મ રદ થવાનું લગભગ નિશ્ચિત છે.






