Home Entertainment Vedang Raina And Khushi Kapoor Intense Moment

સોનમની પાર્ટીમાં ખુશી-વેદાંગની પ્રાઈવેટ વાતચીત સામે આવી : વીડિયો થયો વાયરલ!

સોનમની પાર્ટીમાં ખુશી-વેદાંગની પ્રાઈવેટ વાતચીત સામે આવી
Published by: OBS Bureau
Last Updated: Jun 09, 2025, 09:14 AM IST

બોલિવૂડના હોટ ટોકિંગ પોઈન્ટ બનેલી સોનમ કપૂરની 40મી જન્મદિનની પાર્ટી હવે એક અલગ કારણસર ચર્ચામાં છે. કપૂર પરિવારમાં યોજાયેલી ભવ્ય પાર્ટી દરમિયાન ખુશી કપૂર અને તેમના rumoured boyfriend વેદાંગ રૈનાનો એક ખાસ મોમેન્ટ કેમેરામાં કેદ થયો છે – જેની ક્લિપ સોશિયલ મિડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.

એવી માહિતી મળી છે કે આ વીડિયો અનિલ કપૂરના જૂહુ સ્થિત બંગલાની બહારનો છે, જ્યાં બંને એકબીજાની વચ્ચે ખૂબ ગંભીર અને અંગત વાતચીત કરતા દેખાય છે. ખુશીને બ્લેક ક્રિસક્રોસ ગાઉનમાં જોઈ શકાય છે અને વાતચીત દરમિયાન એક વખત એમ લાગ્યું કે તે ચાલવા માંગે છે, પણ વેદાંગ તેને રોકે છે અને હાથ પકડે છે. આ મોમેન્ટમાં ચાહકોને પ્રેમ અને ઈમોશન બંનેની ઝલક જોવા મળી જાય છે.



પાર્ટી બાદ, ખુશી એક લક્ઝરી કારમાં બહાર નીકળી ગઈ અને વેદાંગ પણ થોડા સમયમાં પાર્ટી છોડીને ગયો પણ બંને અલગ-અલગ વાહનમાં હતા. બહાર નીકળતી વખતે વેદાંગ પાપારાઝી તરફ સ્મિત આપી ધીમેથી હલેલો પણ દેખાયો.

આ બંનેએ અત્યાર સુધી તેમના રિલેશનશીપને લઈને કોઈપણ પ્રકારની ઓફિશિયલ કન્ફર્મેશન આપી નથી. છતાં, પાટી, હોલિડે અને ફેમિલી ફંક્શનમાં ઘણીવાર સાથે દેખાઈ ચૂક્યા છે. થોડા સમય પહેલાં ખુશીની તસવીરમાં એક નેકલેસ દેખાઈ છે જેમાં "V" લખેલું પેન્ડન્ટ હતું જેને ફેન્સે તરત જ વેદાંગ સાથે જોડી લીધું.

થોડા દિવસ પહેલાં લંડનમાં વેદાંગ રૈનાએ પોતાની 25મી વર્ષ ગાંઠ પરિવાર અને નજીકના મિત્રો સાથે ઊજવી હતી. આ પાર્ટીની તસવીરો માંથી એક ખાસ તસવીરમાં અને વેદાંગ બંને બ્લેક ડ્રેસમાં 'ટ્વિન' કરતા દેખાયા હતા. ખુશી ખૂબ ખુશ લાગતી હતી અને બર્થડે કેક કટિંગ સમયે નજરે પડી હતી.

આ આખી ઘટના વધુ એકવાર બતાવે છે કે બોલિવૂડમાં પ્રેમ અને ગોસિપ ક્યારેય અટકતા નથી. પણ શું હવે વેદાંગ અને ખુશી આ સંબંધને જાહેર કરશે? કે હજુ પણ ચુપચાપ પ્રેમની આ કહાની આગળ વધશે?

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now