Home Religion Vastu Tips Broken Mirror Negative Energy Impact

ઘરમાં રાખેલો તૂટેલો અરીસો છીનવી શકે છે તમારી સુખ-શાંતિ : વાસ્તુશાસ્ત્ર મુજબ સર્જાય છે ગંભીર દોષ

ઘરમાં રાખેલો તૂટેલો અરીસો છીનવી શકે છે તમારી સુખ-શાંતિ
Published by: OBS Bureau
Last Updated: Dec 22, 2025, 06:00 PM IST

વાસ્તુશાસ્ત્રમાં ઘરની દરેક નાની-મોટી વસ્તુનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. ઘરમાં રાખવામાં આવેલી ચીજવસ્તુઓ કાં તો પોઝિટિવ એનર્જી પેદા કરે છે અથવા તો નેગેટિવિટી ફેલાવે છે. ઘણીવાર આપણે ઘરના કોઈ ખૂણે તૂટેલો કાચ કે તિરાડ પડેલો અરીસો પડ્યો રહેવા દઈએ છીએ. પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર, આ એક મોટી ભૂલ છે જે તમારા ઘરની શાંતિને સંપૂર્ણપણે ખોરવી શકે છે.

નકારાત્મક ઊર્જાનું મુખ્ય કારણ

વાસ્તુ મુજબ, અરીસો વ્યક્તિની છબી અને તેના વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે. જ્યારે કાચ તૂટી જાય છે, ત્યારે તે પોતાની હકારાત્મકતા ગુમાવે છે અને નકારાત્મક ઊર્જાનું કેન્દ્ર બની જાય છે. તૂટેલો અરીસો ઘરમાં રહેલી સારી ઊર્જાને શોષી લે છે અને તેના બદલામાં માનસિક તણાવ તેમજ અશાંતિ ફેલાવે છે.

ઘરકંકાસ અને મનમોટાવમાં વધારો

તૂટેલા કાચમાંથી નીકળતા નકારાત્મક તરંગો સીધી રીતે પરિવારના સભ્યોના વર્તન પર અસર કરે છે. આના કારણે ઘરમાં નાની-નાની વાતો પર દલીલો થવા લાગે છે. કોઈ નક્કર કારણ વગર પરિવારના લોકો વચ્ચે પરસ્પર તાલમેલ બગડવા લાગે છે. સ્વભાવમાં ચિડચિડાપણું વધે છે અને ઘરનું શાંતિપૂર્ણ વાતાવરણ તણાવપૂર્ણ બની જાય છે.

આર્થિક તંગી અને કારકિર્દીમાં અવરોધ

તૂટેલો અરીસો માત્ર સંબંધોને જ નહીં, પણ તમારી આર્થિક સ્થિતિને પણ પ્રભાવિત કરે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ જીવન પર તેની નીચે મુજબની અસરો થાય છે:

  • ધનનું નુકસાન: જે ઘરમાં તૂટેલો કાચ હોય છે, ત્યાં બરકત રહેતી નથી. પૈસા આવે છે ખરા પણ બિનજરૂરી ખર્ચમાં વપરાઈ જાય છે.

  • કામમાં અડચણ: જો તમે મહેનત કરવા છતાં સફળતા ન મળતી હોય અથવા બનતા કામ છેલ્લી ઘડીએ બગડી જતા હોય, તો તપાસો કે ઘરમાં ક્યાંક તૂટેલો કાચ તો નથી ને. તે પ્રગતિના માર્ગમાં અવરોધ ઊભો કરે છે.

કાચ તૂટી જાય તો શું કરવું?

વાસ્તુના નિયમો મુજબ, જેવો ઘરમાં કોઈ અરીસો કે કાચની વસ્તુ તૂટે, તેને તરત જ ઘરની બહાર કાઢી નાખવી જોઈએ. તેને જોડીને ફરીથી વાપરવાની ભૂલ ક્યારેય ન કરવી. એટલું જ નહીં, જે અરીસાની પોલિશ ઉતરી ગઈ હોય અથવા જેમાં ધૂંધળું દેખાતું હોય, તેને પણ ઘરમાં રાખવો અશુભ માનવામાં આવે છે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now