Home Gujarat Vadodara Recruitment Fairs 5 Thousand Candidates And More Than 50 Employers

બેરોજગાર યુવાનો માટે મોટી તક! : વડોદરામાં ભરતી મેળઓ, 5 હજાર ઉમેદવારો અને 50થી વધુ નોકરીદાતાઓ જોડાશે, જાણો વિગતે

બેરોજગાર યુવાનો માટે મોટી તક!
Published by: OBS Bureau
Last Updated: Jan 01, 2026, 02:13 PM IST

Vadodara Recruitment Fair : ગુજરાત સરકારના રોજગાર અને તાલીમ નિયામકની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, વડોદરા દ્વારા આગામી તા. 06/01/2026 ના રોજ એક ભવ્ય 'ક્લસ્ટર કક્ષાના રોજગાર અને એપ્રેંટિસ ભરતી મેળા'નું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળો વડોદરા સ્થિત તરસાલી આઈ.ટી.આઈ. કેમ્પસ ખાતે આવેલી મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી ખાતે સવારે 08:00 થી સાંજના 4:00 કલાક દરમિયાન યોજાશે.

એપ્રેંટિસ ભરતી

આ રોજગાર અને એપ્રેંટિસ ભરતી મેળામાં વડોદરા ઉપરાંત છોટાઉદેપુર, ખેડા અને આણંદ એમ કુલ ચાર જિલ્લાના ઉમેદવારો ભાગ લઈ શકશે. આ આયોજનમાં અંદાજે 50થી વધુ નામાંકિત નોકરીદાતાઓ (એમ્પ્લોયર્સ) ઉપસ્થિત રહીને આશરે 5 હજાર જેટલા યુવા ઉમેદવારોનું ઈન્ટરવ્યુ લેશે અને રોજગારી તેમજ એપ્રેંટિસશીપની તકો પૂરી પાડશે.

રોજગાર ઈચ્છુક સુવર્ણ તક

રોજગાર મેળવવા ઈચ્છુક ચારેય જિલ્લાના લાયક ઉમેદવારોને આ તકનો મહત્તમ લાભ લેવા મદદનીશ નિયામક (રોજગાર), વડોદરા દ્વારા જણાવવામાં આવ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now