Home Gujarat Vadodara Vadodara Manjalpur Hydra Accident Divya Parmar Death

વડોદરાના માંજલપુરમાં હાઇડ્રા વાહનની અડફેટે ઇન્ટર્ન યુવતીનું મોત : માર્ગ સુરક્ષા મુદ્દે ફરી ઉઠ્યા ગંભીર સવાલો

Vadodara News
Published by: OBS Bureau
Last Updated: Jul 22, 2026, 03:00 PM IST

Vadodara News: સંસ્કારી નગરી વડોદરામાં રસ્તા પર ચાલતા રાહદારીઓની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. શહેરના માંજલપુર પોલીસ મથક અને મકરપુરા GIDC વિસ્તારને જોડતા મુખ્ય રસ્તા પર એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બેફામ ઝડપે આવી રહેલા હાઇડ્રા વાહને ચાલીને જતી ૨૨ વર્ષીય યુવતીને પાછળથી જોરદાર અડફેટે લેતા યુવતીનું કરૂણ મોત નીપજ્યું હતું.

જ્યુપિટર ચોકડી પાસે આવેલી મારૂતિધામ સોસાયટીમાં રહેતી 22 વર્ષીય દિવ્યા કનુભાઈ પરમાર પોતાની કોલેજ પૂર્ણ કર્યા બાદ એક ખાનગી કંપનીમાં ઇન્ટર્નશિપ કરી રહી હતી. રોજની જેમ દિવ્યા મકરપુરા GIDC અને માંજલપુર પોલીસ સ્ટેશન નજીકના રસ્તા પરથી પગપાળા પસાર થઈ રહી હતી. તે જ સમયે પાછળથી આવી રહેલા ભારે બોજ ઉપાડતા ‘હાઇડ્રા’ વાહનના ચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવી દિવ્યાને જોરદાર ટક્કર મારી હતી.

બાવળામાં પેપર લીક અને વિદ્યાર્થીઓ પર થયેલા દમનના વિરોધમાં ધરણા : કેન્દ્રીય શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ

અકસ્માત એટલો ભયાનક હતો કે યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ રસ્તા પર ઢળી પડી હતી. બનાવને પગલે આસપાસના લોકો તરત જ એકઠા થઈ ગયા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ગંભીર હાલતમાં યુવતીને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, પરંતુ કમનસીબે સારવાર શરૂ થાય તે પહેલા જ હાજર તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. યુવતીના અકાળે અવસાનથી તેના પરિવારજનોમાં હૈયાફાટ રૂદન અને ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.

સ્થાનિકોનો વિરોધ અને પોલીસ તપાસ

આ અકસ્માતના કારણે ઘટનાસ્થળે ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિક રહીશોએ ભારે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રોડ પહોળા કરવામાં આવ્યા હોવા છતાં રસ્તાઓ પર થતા આડેધડ પાર્કિંગ અને ભારે વાહનોની અનિયંત્રિત સ્પીડને કારણે અકસ્માતોની ઘટનાઓ રોજિંદી બની ગઈ છે. પ્રશાસનની બેદરકારીને કારણે નિર્દોષ લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે.

રાજકોટમાં વધુ એક સગીરા પર દુષ્કર્મનો આરોપ : ઇન્સ્ટાગ્રામ પરિચય બાદ શારીરિક શોષણની ફરિયાદ; પોક્સો સહિત ગુનો નોંધાયો

બનાવની જાણ થતાં જ માંજલપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા હાઇડ્રા વાહનના ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now