Home Gujarat Vadodara Crime Branch Takes Strict Action Against Absconding Accused

વડોદરા ક્રાઈમ બ્રાન્ચની આરોપી 'શોધખોળ ડ્રાઈવ'! : 14 લોકોની કરાઈ ધરપકડ, ફરાર આરોપીઓમાં ફફડાટ

વડોદરા ક્રાઈમ બ્રાન્ચની આરોપી 'શોધખોળ ડ્રાઈવ'!
Published by: OBS Bureau
Last Updated: Dec 19, 2025, 08:48 AM IST

Vadodara Crime News : વડોદરા શહેરમાં ગુનાઓને અંજામ આપીને ફરાર થતા આરોપીઓને ઝડપી પાડવા વડોદરા શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચ ટીમ એક્શનમાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોમાં નાસી ફરતા આરોપીઓની શોધખોળ માટે ટીમે હરિયાણા, પંજાબ, દિલ્હી, બિહાર અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ઘનિષ્ઠ તપાસ હાથ ધરવામાં આવી.

14 જેટલા ફરાર આરોપીઓને ઝડપી પાડ્યા

પોલીસે ટીમે સ્થાનિક પહેરવેશમાં જઈ અને સ્થાનિક લોકો સાથે ભળી જઈને તપાસ કરીને અપહરણ, ઘરફોડ, ચોરી, બનાવટી દસ્તાવેજો અને વિદેશી દારૂ જેવા ગુનાઓમાં સંડોવાયેલા 14 જેટલા ફરાર આરોપીઓને ઓળખી કાઢ્યા છે. જેમાંથી સાત આરોપીઓ મૃત્યુ પામ્યા હોવાનું પણ બહાર આવ્યું છે.

ફરાર આરોપીઓ દબોચી લેવાયા

વડોદરા ક્રાઈમ બ્રાન્ચની આ કામગીરી પોલીસ માટે મોટી સફળતા ગણવામાં આવી રહી છે. તપાસ અને ધરપકડો દ્વારા શહેરમાં ગુનાઓ સામેની કામગીરી વધુ સક્ષમ બની અને ફરાર આરોપીઓના દબોચી લેવામાં આવે તેવી કામગીરી કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now