Home Gujarat Vadodara Crime Branch Arrested Youth Selling Banned E Cigarette Panigate

વડોદરા ક્રાઈમ બ્રાન્ચનો મોટો ઝાટકો! : બાતમી મળતા પાણીગેટ વિસ્તારમાં પ્રતિબંધિત ઈ-સિગારેટ વેચતો યુવકને દબોચ્યો

વડોદરા ક્રાઈમ બ્રાન્ચનો મોટો ઝાટકો!
Published by: OBS Bureau
Last Updated: Feb 28, 2026, 07:18 AM IST

વડોદરાની ક્રાઈમ બ્રાન્ચ ટીમે શહેરમાં સોશિયલ મીડિયા મારફતે પ્રતિબંધિત ઈ-સિગારેટ (વેપ) વેચતા એક યુવકને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી ₹1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પાણીગેટ વિસ્તારમાં રેડ

પેટ્રોલિંગ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને શહેરના પાણીગેટ જૂની ગઢી વિસ્તારમાં એક યુવક જાહેર માર્ગ પર પ્રતિબંધિત ઈ-સિગારેટનું વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન 19 વર્ષીય ફૈઝલ સલીમ શેખ તેની મારુતિ સુઝુકી બલેનો કારમાં શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યો હતો. પોલીસે તેની તલાશી લેતાં અલગ-અલગ કંપની અને ફ્લેવરની પ્રતિબંધિત ઈ-સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો.

₹1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

પોલીસે આરોપી પાસેથી ઈ-સિગારેટનો જથ્થો, મોબાઈલ ફોન તેમજ કાર જપ્ત કરી કુલ ₹1,00,000થી વધુ કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસને જણાવા મળ્યું હતું કે ઈ-સિગારેટ પર દેશમાં પ્રતિબંધ હોવા છતાં યુવક સોશિયલ મીડિયા મારફતે તેનું ગેરકાયદેસર વેચાણ કરી રહ્યો છે. આરોપી સામે સંબંધિત કાયદા હેઠળ ગુનો નોંધાઈ વધુ તપાસ હાથ ધરાઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now