Home Gujarat Vadodara A Miracle Of Nature In Dabhoi

Vadodara: ડભોઇમાં કુદરતનો ચમત્કાર : અજગરે એક સાથે 24 બચ્ચાને આપ્યો જન્મ

Vadodara: ડભોઇમાં કુદરતનો ચમત્કાર
Play Video
Published by: OBS Bureau
Last Updated: Aug 03, 2025, 10:14 AM IST

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના નાંદોદી ભાગોળ નજીક મહાકાય અજગરે એકસાથે 24 બચ્ચાને જન્મ આપ્યો હતો. અજગર અને તેના બચ્ચાઓને જોઈને સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. સાથે સાથે કુદરતના આ ચમત્કારને જોઈ લોકોમાં ઉત્સુકતા પણ જોવા મળી હતી.

નાંદોદી ભાગોળ નજીક ગ્રામજનોએ અજગર અને તેના અનેક બચ્ચાઓ દેખાતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. અજગર અને બચ્ચાને જોઈ ગ્રામજનો દ્વારા તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગની ટિમ ઘટના સ્થળે પહોંચી અને અજગરના બચ્ચાઓનું રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરી હતી. વન વિભાગની ટિમે ભારે જહેમત બાદ અજગરના તમામ 24 બચ્ચાઓનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. બચ્ચાઓનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યા બાદ તેમને યોગ્ય સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

આ રેસ્ક્યુ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અજગર અને તેના બચ્ચાઓને સુરક્ષિત સ્થળે ખસેડાતા લોકોમાં ભયનો માહોલ શાંત થયો હતો. વન વિભાગે લોકોને અપીલ કરી છે કે જંગલી પ્રાણીઓને જોઈ ગભરાસો નહીં અને તરત જ વન વિભાગનો સંપર્ક કરો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now