Home Tech/Gadgets Users Report Electric Shock Issues With Iphone 16

iPhone યૂઝર્સની ફરિયાદ : iPhone 16માં લાગી રહ્યો છે કરંટ, યૂઝર્સે કરી ફરિયાદ

iPhone યૂઝર્સની ફરિયાદ
Published by: OBS Bureau
Last Updated: Jan 13, 2025, 01:33 PM IST

iPhone 16ના યૂઝર્સ હાલ એક અજબ ગજબ સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. અનેક યૂઝર્સે ફરિયાદ કરી કે તેમને ફોન ચાર્જ કરતા સમયે કરંટ લાગી રહ્યો છે. આવી એક કે બે નહીં પરંતુ અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે. પ્રભાવિત યૂઝર્સ એપલના કમ્યુનિટી ડિસ્કશન પેજ પર આ વિશે ફરિયાદ કરી રહો છો. અહીં યૂઝર્સ પોતાની સાથે બનેલી અલગ-અલગ ઘટનાઓનો ઉલ્લેખ કરી રહ્યા છે. જ્યારે તેમને આઈફોન 16 યૂઝ કરતા સમયે કરંટ લાગ્યો.

ચાર્જ કરતી વખતે વધુ સમસ્યાઓ
એન્ડ્રોઇડ પોલીસના એક રિપોર્ટ અનુસાર, iPhone 16 યુઝર્સ કરંટની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ફોન ચાર્જ કરતી વખતે મોટાભાગના યુઝર્સ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ યુઝર્સનું કહેવું છે કે વર્તમાન ફોનના એક્શન બટન અને નવા કેમેરા કંટ્રોલ બટનથી આવું થઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે Apple એ iPhone 16 સીરીઝમાં પહેલીવાર કેમેરા બટન રજૂ કર્યું છે.

આ ફરિયાદ કરી રહ્યા છે યૂઝર્સ
એપલના કમ્યુનિટી ડિસ્કશન પેજ પર અનેક એવી ફરિયાદો મળી જશે. એક યૂઝરે લખ્યું કે, મે લગભગ અઠવાડિયા પહેલા આઈફોન 16 ખરીદ્યો હતો. હું જ્યારે જ્યારે પણ ફોન ચાર્જ કર્યો ત્યારે મને કરંટ લાગે છે. આ ખૂબ જ ખતરનાક છે. કોમ્યુનિટી પેજ પર આવી ઘણી ફરિયાદો છે, જે દર્શાવે છે કે એપલની અસલ એક્સેસરીઝનો ઉપયોગ કરતી વખતે પણ કરંટની સમસ્યા આવી રહી છે.

એપલ તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી
એપલના સેફ્ટી ઈન્ફોર્મેશન પેજ પર લખેલું છે કે, આઈફોનને આગ, કરંટ કે નુકસાનથી બચાવવા માટે હંમેશા આધિકારીક ચાર્જિંગ એસેસરીઝનો જ ઉપયોગ કરો. આમ છતાં કરંટ લાગવાની ઘટના પર એપલની કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now