Home Sports Users Are Upset With Hardik Pandyas Publicity Stunt After Winning The World Cup

વર્લ્ડ કપ જીત્યા બાદ હાર્દિક પંડ્યાના પબ્લિસિટી સ્ટંટથી યુઝર્સ નારાજ! : હાર્દિક પંડ્યાનો માહિકા સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ

વર્લ્ડ કપ જીત્યા બાદ હાર્દિક પંડ્યાના પબ્લિસિટી સ્ટંટથી યુઝર્સ નારાજ!
Published by: OBS Bureau
Last Updated: Mar 09, 2026, 12:57 PM IST

Hardik Pandya : T20 વર્લ્ડ કપ 2026 માં ભારતની શાનદાર જીત બાદ જ્યાં આખો દેશ જશ્ન મનાવી રહ્યો છે, ત્યાં બીજી તરફ સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પોતાની રમત કરતાં અંગત જીવનને કારણે વિવાદોમાં ફસાયો છે. ફાઇનલ મેચ બાદ મેદાનની વચ્ચે માહિકા શર્મા સાથેના રોમેન્ટિક વીડિયો વાઇરલ થતા જ સોશિયલ મીડિયા પર હાર્દિકને જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. લોકો તેની આ હરકતને 'પબ્લિસિટી સ્ટંટ' ગણાવી રહ્યા છે.

ગ્રાઉન્ડ પર રોમેન્ટિક પળો

મેચ પૂરી થયા બાદ સ્ટેડિયમમાં હાર્દિક અને માહિકા શર્માએ જીતનું અનોખું સેલિબ્રેશન કર્યું હતું. માહિકાએ હાર્દિકને કિસ કરી અને બંને હાથ પકડીને ડાન્સ કરતાં જોવા મળ્યા હતા. જોકે, હદ તો ત્યારે થઈ જ્યારે મીડિયાની હાજરીમાં આ કપલ એવોર્ડ ડિસ્ટ્રિબ્યુશન માટે બનેલા પોડિયમ પર જ સૂઈ ગયા અને વાતોમાં મશગૂલ થઈ ગયા. આ નજારો જોઈને ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

લાઈમલાઈટનો શોખ કે પ્રેમ?

સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે, હાર્દિકને હંમેશા લાઈમલાઈટમાં અને અટેન્શનમાં રહેવાની આદત છે. વાઇરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, આસપાસ બધા પોતાના પરિવાર સાથે જીતની ખુશી મનાવી રહ્યા છે, ત્યારે હાર્દિક અને માહિકા દુનિયાની પરવા કર્યા વગર એકબીજામાં ખોવાયેલા દેખાયા. સોશિયલ મીડિયા ફેન્સ આને ઓવરએક્ટિંગ ગણાવી રહ્યા છે.

યુઝર્સે લગાવ્યો ક્લાસ

આ વીડિયો સામે આવ્યા બાદ લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. એક યુઝરે લખ્યું કે, "આ બધું ઘરે જઈને કરો, મેચ બાળકો અને ફેમિલી પણ જોઈ રહ્યા છે." અન્ય એક વ્યક્તિએ ટીકા કરતા કહ્યું કે, "ગમે તેટલી કોશિશ કરો, પણ તમે ક્યારેય વિરાટ-અનુષ્કા જેવી ગરિમા જાળવી શકશો નહીં." ઘણા લોકોએ આને કેમેરા સામે ફૂટેજ મેળવવાની સસ્તી યુક્તિ ગણાવી છે.

જૂના વીડિયોએ વધારી ચર્ચા

હાર્દિકની ટ્રોલિંગ વચ્ચે તેની પૂર્વ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથેના જૂના વીડિયો પણ ફરીથી વાઇરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં હાર્દિક નતાશા સાથે પણ આવી જ રીતે સ્ટેડિયમમાં રોમેન્ટિક થતો જોવા મળ્યો હતો. યુઝર્સ કટાક્ષ કરી રહ્યા છે કે, હાર્દિક જ્યારે પણ કોઈ રિલેશનમાં હોય છે ત્યારે તે ગ્રાઉન્ડનો ઉપયોગ શો-ઓફ કરવા માટે જ કરે છે.

વર્લ્ડ કપની યાદગાર પળો

T20 વર્લ્ડ કપ 2026 ની ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી, જ્યાં ભારતે ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ટાઈટલ જીત્યું હતું. આ જીત બાદ સૂર્યકુમાર યાદવ દ્વારા પિચની માટીને નમન કરવું અને સંજુ સેમસનનું ઈમોશનલ સેલિબ્રેશન ચાહકોના દિલ જીતી રહ્યું છે, ત્યારે બીજી તરફ હાર્દિકના આ ડ્રામાએ સોશિયલ મીડિયા પર નવી ચર્ચા છેડી દીધી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now