Home International Us Thunderbirds F 16 Crashes In Desert

અમેરિકાનું થંડરબર્ડ્સ F-16 રણમાં ધડાકાભેર ક્રેશ : બન્યું આગનો ગોળો, પાઇલટે છેલ્લી સેકન્ડે જીવ બચાવ્યો

અમેરિકાનું થંડરબર્ડ્સ F-16 રણમાં ધડાકાભેર ક્રેશ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 04, 2025, 05:47 AM IST

America Plane Crash: અમેરિકન વાયુસેનાના પ્રખ્યાત થંડરબર્ડ્સ એરિયલ ડેમોન્સ્ટ્રેશન સ્ક્વોડ્રનનું એક F-16C ફાઇટિંગ ફાલ્કન જેટ સવારે દક્ષિણ કેલિફોર્નિયાના મોજાવે રણમાં તાલીમ દરમિયાન ક્રેશ થયું હતું. ક્રેશ થતાંની સાથે જ વિમાન આગના મોટા ગોળામાં ફેરવાઈ ગયું અને ધડાકાભેર ફાટી નીકળ્યું હતું. આ અકસ્માતનો ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં F-16 ઝડપથી નીચે ઉતરતું દેખાય છે અને પછી જમીન સાથે અથડાતાંની સાથે જ પ્રચંડ વિસ્ફોટ થતો નજરે પડે છે. સદનસીબે, પાઇલટે સમયસર ઇજેક્ટ કરી પેરાશૂટની મદદથી સુરક્ષિત રીતે જમીન પર ઉતરીને પોતાનો જીવ બચાવી લીધો હતો. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે, પરંતુ તેને કોઈ જીવલેણ ઇજા થઈ નથી.

દુર્ઘટના સ્થાનિક સમય પ્રમાણે સવારે 10:45 વાગ્યે બની

યુએસ એરફોર્સે જણાવ્યું હતું કે આ દુર્ઘટના સ્થાનિક સમય પ્રમાણે સવારે 10:45 વાગ્યે થઈ હતી. ક્રેશ લોસ એન્જલસથી આશરે 180 માઈલ દૂર ટ્રોના વિસ્તારમાં થયું હતું. આ વિસ્તારમાં 2022માં પણ નેવીનું F/A-18E સુપર હોર્નેટ જેટ ક્રેશ થયું હતું, જેમાં પાઇલટનું મોત નીપજ્યું હતું. અકસ્માતનું કારણ હજુ તપાસના તબક્કામાં છે. છેલ્લા એક દાયકામાં થંડરબર્ડ્સ અને બ્લુ એન્જલ્સ સ્ક્વોડ્રનના એક ડઝનથી વધુ ફાઇટર જેટ ક્રેશ થયા છે, જેમાં F-16, F-22 રેપ્ટર અને A-10 વોર્થોગનો પણ સમાવેશ થાય છે.આ ઘટના વચ્ચે યુએસ એરફોર્સ હવે F-35 લાઇટનિંગ II જેવા અદ્યતન જેટ તરફ આગળ વધી રહી છે, જે F-16નું વધુ શક્તિશાળી અને આધુનિક વર્ઝન છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now