Home International Unesco Adds Deepavali To Intangible Cultural Heritage List Pm Modi Wishes Diwai In Delhi

દિવાળીનો UNESCO માં સમાવેશ : આજે દિલ્હીમાં ફરી ખુશીઓ સાથે ઉજવાશે દિવાળી

દિવાળીનો UNESCO માં સમાવેશ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 10, 2025, 10:45 AM IST

UNESCO Adds Deepavali: ભારત માટે એક સારા સમાચાર છે. દેશના સૌથી પ્રખ્યાત પ્રકાશના તહેવાર દિવાળીનો પ્રકાશ હવે વિશ્વભરમાં ફેલાઈ રહ્યો છે. UNESCO એ દિવાળીને વિશ્વ ધરોહર સ્થળ તરીકે માન્યતા આપી છે. બુધવારે, UNESCO એ સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠનની અમૂર્ત સાંસ્કૃતિક વારસા સ્થળોની લિસ્ટ જાહેર કર્યું. જેમાં દિવાળીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે દિવાળી ભારતીય સભ્યતાનો આત્મા છે. આ પ્રસંગે દિલ્હીના મંત્રી કપિલ મિશ્રાએ જાહેરાત કરી કે દિલ્હી સરકાર 10 ડિસેમ્બરે દિવાળીની ખાસ ઉજવણી કરશે. તમામ સરકારી ઇમારતોને શણગારવામાં આવશે, દિલ્હી હાટમાં ખાસ કાર્યક્રમો યોજાશે અને લાલ કિલ્લા પર દીવા પ્રગટાવવામાં આવશે.

હાલમાં, 15 ભારતીય વારસા સ્થળોનો સમાવેશ અમૂર્ત વિશ્વ વારસા લિસ્ટમાં કરવામાં આવ્યો છે. આમાં દુર્ગા પૂજા, કુંભ મેળો, વૈદિક મંત્રોચ્ચાર, રામલીલા અને છાઉ નૃત્યનો સમાવેશ થાય છે. UNESCO ની આ યાદીમાં વિશ્વભરના સાંસ્કૃતિક અને પરંપરાગત તત્વોનો સમાવેશ થાય છે જેને સ્પર્શી શકાતા નથી પણ અનુભવી શકાય છે. આને અમૂર્ત વિશ્વ વારસા સ્થળો તરીકે પણ ઓળખવામાં આવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now