Home International Uddhavs Shiv Sena Purged From Bmc After 25 Years Maha Sangram Update In Maharashtra

25 વર્ષ બાદ BMC માંથી ઉદ્ધવની શિવસેનાનો સફાયો : મહારાષ્ટ્રમાં મહાનગરપાલિકાનો મહાસંગ્રામ અપડેટ

25 વર્ષ બાદ BMC માંથી ઉદ્ધવની શિવસેનાનો સફાયો
Published by: OBS Bureau
Last Updated: Jan 16, 2026, 08:54 AM IST

મહારાષ્ટ્રમાં યોજાયેલી મહાનગરપાલિકા ચૂંટણીમાં રાજકીય દ્રશ્ય સંપૂર્ણપણે બદલાતું જોવા મળી રહ્યું છે. રાજ્યની કુલ 29 મહાનગરપાલિકાઓમાંથી 25 પર મહાયુતિએ મજબૂત આગવી લીડ મેળવી છે, જ્યારે શહેરી વિસ્તારોમાં ભાજપ પર લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. આ ચૂંટણીમાં કુલ 227 બેઠકો માટે ભારે રાજકીય જંગ જામ્યો હતો, જેમાં પરિણામોએ અનેક રાજકીય સમીકરણોને બદલી નાખ્યા છે.

સૌથી મોટો રાજકીય ઝટકો મુંબઈ મહાનગરપાલિકા (BMC)માં જોવા મળ્યો છે, જ્યાં 25 વર્ષ બાદ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાનો સંપૂર્ણ સફાયો થયો છે. શહેરી મતદાતાઓએ વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્થિર સરકારને મહત્વ આપતા મહાયુતિને ખુલ્લુ સમર્થન મળી રહ્યું છે.

પૂણે અને નાગપુર જેવા મોટા શહેરોમાં ભાજપનો દબદબો સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે. અહીં ભાજપે એકતરફી લીડ મેળવીને શહેરી રાજકારણમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી છે. બીજી તરફ, સાંગલી અને કોલ્હાપુરમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.

વસઈ-વિરાર અને માલેગાવ જેવા વિસ્તારોમાં પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કડક સ્પર્ધા ચાલી રહી છે. જોકે, કુલ મળીને જોવામાં આવે તો મહાયુતિનો ઝોક સ્પષ્ટ રીતે આગળ છે અને શહેરી વિસ્તારોમાંથી ઠાકરે બંધુઓનો રાજકીય પ્રભાવ ઘટતો જઈ રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now