Home Gujarat Two Officials Caught Taking Bribe In Kalol City Survey Office

લાંચિયાઓ સામે કડક કાર્યવાહી : કલોલ સિટી સર્વે કચેરીમાં લાંચ લેતા બે અધિકારી ઝડપાયા

લાંચિયાઓ સામે કડક કાર્યવાહી
Published by: OBS Bureau
Last Updated: Feb 20, 2026, 09:17 AM IST

ગાંધીનગર જિલ્લામાં એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.) દ્વારા વધુ એક સફળ ડીકોય કામગીરી કરાઈ છે. આ કામગીરીમાં કલોલની સિટી સર્વે કચેરીમાં જમીનની નોંધ પાડવા માટે લાંચ લેતા બે સરકારી કર્મચારીઓને રંગેહાથ ઝડપવામાં આવ્યા હતા.

આ કેસમાં આરોપી તરીકે (1) પંકજકુમાર ગોવિંદભાઈ પરમાર, સીનીયર સર્વેયર, અને (2) રાજકુમાર હર્ષદકુમાર જયસ્વાલ, સર્વેયર, સીટી સર્વે કચેરી કલોલ, તા. કલોલ, જિ. ગાંધીનગરનો સમાવેશ થાય છે.

10 નોંધ માટે એક નોંધના રૂ. 5 હજાર પ્રમાણે કુલ રૂ. 50 હજારની લાંચની માંગણી

એ.સી.બી.ને માહિતી મળી હતી કે, સિટી સર્વે કચેરી, કલોલ ખાતે જમીનની નોંધ કરવાની કામગીરી માટે એક નોંધ દીઠ રૂ. 5 હજારની લાંચ માગી હતી. આ માહિતીના આધારે એ.સી.બી. દ્વારા ડીકોયરનો સહકાર મેળવી લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીકોય દરમિયાન બંને આરોપીઓએ ડીકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરી 10 નોંધ માટે એક નોંધના રૂ. 5 હજાર પ્રમાણે કુલ રૂ. 50 હજારની લાંચની માંગણી કરી હતી.

50 હજારની લાંચ લીધી!

ડીકોય દરમિયાન આરોપીઓએ રૂ. 50 હજારની સંપૂર્ણ લાંચ રકમ સ્વીકારી લીધી હતી. એ.સી.બી.ની ટીમે તરત જ કાર્યવાહી કરી બંને આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા. લાંચની માંગણીની રકમ રૂ. 50,000, સ્વીકારેલ રકમ રૂ. 50,000 અને રીકવર કરેલ રકમ પણ રૂ. 50,000 હોવાનું નોંધાયું છે. બંને આરોપીઓએ પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ગુનાહિત ગેરવર્તણૂક આચરી હોવાનું સામે આવ્યું છે. એ.સી.બી. દ્વારા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now