Home Entertainment Tu Meri Main Tera Main Tera Tu Meri Trailer Release

Tu Meri Main Tera Main Tera Tu Meri Trailer Release : Kartik–Ananyaની કેમિસ્ટ્રી ફરી ચર્ચામાં, ટ્રેલરે જીત્યા દિલ!

Tu Meri Main Tera Main Tera Tu Meri Trailer Release
Published by: OBS Bureau
Last Updated: Dec 18, 2025, 08:08 AM IST

Tu Meri Main Tera Main Tera Tu Meri ફિલ્મનો ઓફિશિયલ ટ્રેલર રિલીઝ થઇ ગયો છે. આ ટ્રેલરમાં Kartik Aaryan અને Ananya Pandayની કેમિસ્ટ્રી જોવા મળે છે, જે ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે.

ફિલ્મની વાર્તા બે યુવાનો Ray (Kartik Aaryan) અને Rumi (Ananya Panday)ની આસપાસ ફરે છે. તેઓ એરપોર્ટ પર મળે છે અને પછી વિદેશી વેકેશન પર જતાં તેમની વચ્ચે પ્રેમ શરૂ થાય છે. ક્રોએશિયાના સુંદર લોકેશન્સ પર શૂટ થયેલી આ ફિલ્મમાં પ્રેમની સાથે હાસ્ય, ઈમોશન્સ અને પરિવારના દબાણના વળાંકો છે. બંને પોતાની જાતને શોધતાં પ્રેમમાં પડે છે, પરંતુ પરિવારના કારણે તેમને અલગ થવું પડે છે. શું તેઓ ફરી મળશે?

આ રોમેન્ટિક કોમેડી ફિલ્મનું નિર્દેશન Sameer Vidwansએ કર્યું છે, જેમણે અગાઉ Satyaprem Ki Katha જેવી હિટ ફિલ્મ આપી છે. ફિલ્મનું સંગીત Vishal-Shekharએ કંપોઝ કર્યું છે, અને ગીતો જેમ કે, Hum Dono અને Tenu Zyada Mohabbat ખૂબ લોકપ્રિય થયાં છે.

મુખ્ય કલાકારોમાં Kartik Aaryan (Ray) અને Ananya Panday (Rumi)ની સાથે Neena Gupta, Jackie Shroff, Tiku Talsania જેવા અનુભવી અભિનેતાઓ પણ છે. આ Kartik અને Ananyaની એકસાથે બીજી ફિલ્મ છે, અગાઉ તેઓ Pati Patni Aur Wohમાં સાથે જોવા મળ્યા હતા.

ફિલ્મ 25 ડિસેમ્બર 2025ના રોજ ક્રિસમસના દિવસે થિયેટરમાં રિલીઝ થશે. આ હોલિડે સીઝનમાં પરિવાર અને મિત્રો સાથે જોવા માટે આ ફિલ્મ સારો વિકલ્પ બની શકે છે.

ટ્રેલર જોઈને લાગે છે કે આ ફિલ્મ દિલને સ્પર્શતી અને મનોરંજન કરતી વાર્તા લાવશે. Kartik Aaryanના ફેન્સ માટે તેમની રોમ-કોમ સ્ટાઇલ પાછી આવી છે, અને Ananya Pandayની ક્યુટનેસ ફિલ્મને વધુ આકર્ષક બનાવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now