Home Entertainment Tu Meri Main Tera Main Tera Tu Meri Kartik Aaryan Returned 15 Crore After The Film Flopped Karan Johar

ફિલ્મ ફ્લોપ થતાં કાર્તિક આર્યને રૂ.15 કરોડ પાછા આપ્યા? : કરણ જોહર સાથે અણબનાવની ચર્ચાએ જોર પકડ્યું, જાણો શું છે સત્ય

ફિલ્મ ફ્લોપ થતાં કાર્તિક આર્યને રૂ.15 કરોડ પાછા આપ્યા?
Published by: OBS Bureau
Last Updated: Jan 16, 2026, 09:01 AM IST

કાર્તિક આર્યન અને અનન્યા પાંડેની રોમેન્ટિક-કોમેડી ફિલ્મ 'તૂ મેરી મૈં તેરા મૈં તેરા તૂ મેરી' 25 ડિસેમ્બર 2025ના રોજ રિલીઝ થઈ હતી. ધર્મા પ્રોડક્શન્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મને બોક્સ ઓફિસ પર ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ તે અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શકી નહીં અને ફ્લોપ થઈ ગઈ. ફિલ્મના બજેટ રૂ.90 કરોડ આસપાસ હતું, જ્યારે તેની વર્લ્ડવાઈડ કમાણી માત્ર રૂ.47-49 કરોડ વચ્ચે રહી. આ નિષ્ફળતા બાદ સોશિયલ મીડિયા અને બોલિવૂડમાં ચર્ચા શરૂ થઈ કે કાર્તિક આર્યને પોતાની ફીમાંથી રૂ.15 કરોડ પ્રોડ્યુસર્સને પરત કરી દીધા છે.

શું ખરેખર કાર્તિકે રૂ.15 કરોડ પરત આપ્યા? બોલિવૂડ હંગામાના રિપોર્ટમાં દાવો

'બોલિવૂડ હંગામા'ના એક રિપોર્ટ અનુસાર, ફિલ્મ ફ્લોપ થયા બાદ કાર્તિક આર્યને પોતાની ફીમાંથી લગભગ રૂ.15 કરોડ પ્રોડ્યુસર્સને પરત કરી દીધા છે. આ નિર્ણય એવા સમયે સામે આવ્યો જ્યારે ફિલ્મની નિષ્ફળતા બાદ કરણ જોહર અને કાર્તિક વચ્ચે મતભેદની અટકળો ચાલી રહી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે આ રકમ પરત કરવાથી કાર્તિકે પ્રોડક્શન હાઉસ પ્રત્યેની જવાબદારી નિભાવી છે.

અણબનાવની અફવાઓ ખોટી

જોકે, ધર્મા પ્રોડક્શન્સના સૂત્રોએ આ તમામ અહેવાલોને નકારી કાઢ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, કાર્તિક અને કરણ જોહર વચ્ચે કોઈ મનભેદ નથી. ધર્માની ટેલેન્ટ એજન્સી અને કાર્તિકના સંબંધો પહેલા જેવા જ છે. હાલમાં કાર્તિક 'નાગઝિલા' ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે અને ભવિષ્યમાં ધર્મા સાથે વધુ એક ફિલ્મ પર પણ વાતચીત ચાલી રહી છે. આથી અણબનાવની અફવાઓને આધાર વગરની ગણવામાં આવી રહી છે.

ફિલ્મનું બજેટ અને બોક્સ ઓફિસ પર્ફોર્મન્સ

'તૂ મેરી મૈં તેરા મૈં તેરા તૂ મેરી'નું અંદાજિત બજેટ રૂ.90 કરોડ આસપાસ હતું. ફિલ્મે ભારતમાં માત્ર રૂ.32.45 કરોડ અને વર્લ્ડવાઈડ રૂ.47થી રૂ.49.5 કરોડ વચ્ચે કમાણી કરી. આ કમાણી બજેટની અડધી પણ નહોતી, જેથી ફિલ્મને બોક્સ ઓફિસ પર ફ્લોપ ગણવામાં આવી. ફિલ્મમાં કાર્તિક આર્યન અને અનન્યા પાંડે ઉપરાંત જેકી શ્રોફ, નીના ગુપ્તા અને ટીકુ તલસાણિયા જેવા કલાકારો પણ હતા.

IIFA 2025માં કરણ-કાર્તિકની રેપ બેટલ

IIFA એવોર્ડ્સ 2025માં કરણ જોહર અને કાર્તિક આર્યને હોસ્ટ કર્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે રેપ બેટલ થઈ હતી, જેમાં કરણે કાર્તિકને 'નવો સ્ટુડન્ટ' અને પોતાને 'એવરગ્રીન ફેકલ્ટી' ગણાવ્યા. કરણે કહ્યું: "ખાન અને કપૂર આજે પણ OG છે, આજના હીરો તેમની ફ્રેન્ચાઇઝી ચોરી રહ્યા છે." જવાબમાં કાર્તિકે કહ્યું: "ફ્રેન્ચાઇઝી ચલાવવી બાળકોની રમત નથી, મહેનતથી કામ કરું છું એટલે ફેલ નથી થતો. 'સ્ટુડન્ટ ઓફ ધ યર-2' પણ ન ચાલી, પણ મેં મહેનતથી 'ભૂલ ભુલૈયા 3' બનાવી." રેપના અંતે બંનેએ એકબીજાને હગ આપી અને આગામી પ્રોજેક્ટમાં સાથે કામ કરવાની જાહેરાત કરી: "મેરા કર્મા, આપકા ધર્મા, આ જોડી સુપરહિટ છે!"

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now