Home Business Trump Tariffs India What They Are And How They Affect You Details Explained

દુનિયાભરમાં ટેરિફ પર ચર્ચાઓ : પણ શું છે આ ટેરિફ અને રેસિપ્રોકલ ટેરિફ?

દુનિયાભરમાં ટેરિફ પર ચર્ચાઓ
Published by: OBS Bureau
Last Updated: Aug 08, 2025, 04:15 AM IST

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં વૈશ્વિક વેપાર જગતમાં ચર્ચાનો કેન્દ્ર બન્યા છે. તેમના તાજેતરના નિવેદનોમાં તેમણે પારસ્પરિક ટેરિફ (Reciprocal Tariff) અંગે સખત વલણ અપનાવ્યું છે અને ખાસ કરીને ભારત સહિતના દેશો પર વધુ ટેરિફ વસૂલવા બદલ ટીકા કરી છે.

ટેરિફ શું છે?
ટેરિફ એ આયાત પર લગાવવામાં આવતો એક પ્રકારનો કર છે, જેનો હેતુ સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવો અને કારીગરો, ખેડૂતો અને વેપારીઓના હિતોની રક્ષા કરવી છે. ઉદાહરણ તરીકે, WITSના આંકડા મુજબ, ભારત ચીનમાંથી આવતા મોટા ભાગના ઉત્પાદનો પર આશરે 30 ટકા ટેરિફ વસૂલ કરે છે. આ કારણે વિદેશી ઉત્પાદનો મોંઘા પડે છે અને સ્થાનિક બજારમાં ભારતીય ઉત્પાદનોની માંગ વધે છે.

પારસ્પરિક ટેરિફનો અર્થ
ટ્રમ્પના જણાવ્યા અનુસાર, ઘણા દેશો અમેરિકાથી આયાત કરતી વસ્તુઓ પર ભારે ટેરિફ વસૂલ કરે છે, જ્યારે અમેરિકા તેના ઉત્પાદનો પર તુલનાત્મક રીતે ઓછો ટેરિફ લે છે. આ અસંતુલન દૂર કરવા માટે અમેરિકા ‘પારસ્પરિક ટેરિફ’ લાગુ કરશે, એટલે કે જે દેશ અમેરિકા પાસેથી ખરીદતી વસ્તુઓ પર ઊંચો ટેરિફ લગાવે છે, તે દેશને અમેરિકા પણ તેટલો જ ટેરિફ ચૂકવવાનો પડશે. સરળ શબ્દોમાં, ટેક્સના બદલામાં ટેક્સ.

ભારત માટે શું અર્થ?
જો અમેરિકાનો પારસ્પરિક ટેરિફ અમલમાં આવે તો ભારતીય નિકાસકારોને નુકસાન થઈ શકે છે. ખાસ કરીને ટેક્સટાઈલ, ઈન્જિનિયરિંગ ગુડ્સ, કૃષિ ઉત્પાદનો અને આઈટી સર્વિસીઝ જેવા ક્ષેત્રો પર તેનો સીધો પ્રભાવ પડી શકે છે. અમેરિકાના બજારમાં ભારતીય ઉત્પાદનો મોંઘા થઈ જશે, જેનાથી તેમની સ્પર્ધાત્મકતા ઘટી શકે છે.

FTA એટલે મુક્ત વેપાર કરાર
આ વિવાદ વચ્ચે, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પણ ચર્ચામાં છે. આ એક એવો કરાર છે જેમાં સહી કરનાર દેશો એકબીજાના ઉત્પાદનો પર ટેરિફ વસૂલતા નથી. તાજેતરમાં ભારત અને બ્રિટન વચ્ચે સંભવિત FTA અંગે ચર્ચા ચાલી રહી છે. જો આવા કરારો થાય તો ટેરિફનો બોજ ઘટી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now