Home Business Itr Ay 2026 27 New Rules Political Donation Fo Trading

New ITR Form: લાગુ થયું નવું ITR ફોર્મ : હવે બે મકાન ધરાવતા માલિકોને મોટી રાહત, પરંતુ રિપોર્ટિંગના નિયમો થયા કડક

New ITR Form
Published by: Viral Patel
Last Updated: May 01, 2026, 02:47 PM IST

New ITR Form: હવે બે ઘર ધરાવતા માલિકો પણ સરળ ITR-1 ફોર્મનો ઉપયોગ કરી શકશે, જેનાથી સેલરી ક્લાસ (પગારદાર વર્ગ) ને મોટી રાહત મળી છે. બીજી તરફ, રાજકીય પક્ષોને આપેલા દાન પર ટેક્સ છૂટ મેળવવા માટે હવે UPI રેફરન્સ નંબર અને બેંક ટ્રાન્ઝેક્શન જેવી વિગતવાર સાબિતીઓ આપવી પડશે.

ઇનકમ ટેક્સ વિભાગે એસેસમેન્ટ યર (AY) 2026-27 માટે નવા ITR ફોર્મ જાહેર કર્યા છે. આ વખતના ફેરફારોમાં એક તરફ સામાન્ય માણસ અને મધ્યમ વર્ગને રાહત આપવામાં આવી છે, તો બીજી તરફ ડેટાના મિલાન (Data Triangulation) ને લઈને નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે. જો તમે પણ આ વર્ષે રિટર્ન ભરવાના છો, તો આ મહત્વપૂર્ણ ફેરફારોને સમજવા તમારા માટે ખૂબ જ જરૂરી છે.

આ પણ વાંચો: "પદનો પાવર વાપરીને મેડમ મારી પાસે એવું એવું કરાવતા હતા...!" : જે.પી.મોર્ગનના એક્ઝિક્યુટિવ મહિલા પર જાતીય સતામણીનો આરોપ

ITR-1 માં મોટી રાહત: હવે 2 ઘરના માલિકો પણ ભરી શકશે સરળ ફોર્મ

અત્યાર સુધીના નિયમો મુજબ, જો તમારી પાસે એકથી વધુ ઘર (House Property) હોય, તો તમારે જટિલ ITR-2 ફોર્મ ભરવું પડતું હતું. પરંતુ નવા નિયમોએ આ ઝંઝટ ખતમ કરી દીધી છે. હવે બે ઘરના માલિકો પણ સરળ ITR-1 ફોર્મનો ઉપયોગ કરી શકશે. જોકે, હવે Schedule House Property સેક્શનમાં તમારે કો-ઓનરશિપ (સહ-માલિકી) ની ટકાવારી અને ભાડૂતોની સંપૂર્ણ વિગતો આપવી પડશે.

રાજકીય દાન અને ચૂંટણી ટ્રસ્ટ: હવે પાઇ-પાઇનો હિસાબ આપવો પડશે

રાજકીય પક્ષોને દાન આપીને ટેક્સમાં છૂટ (Section 137, જૂની 80GGC) મેળવનારાઓ માટે હવે પારદર્શિતા વધી ગઈ છે. તમારે રાજકીય પક્ષનું નામ, તેમનો PAN અને દાનની તારીખ જણાવવી પડશે. હવે માત્ર નામથી કામ નહીં ચાલે, તમારે UPI રેફરન્સ નંબર, બેંક ટ્રાન્સફર વિગતો (NEFT/RTGS) અને IFSC કોડ જેવા ટ્રાન્ઝેક્શન લેવલના પુરાવા પણ આપવા પડશે.

F&O અને ઇન્ટ્રાડે ટ્રેડિંગ: નફા અને ટર્નઓવર પર કડક નજર

શેરબજારના ખેલાડીઓ, ખાસ કરીને ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) અને ઇન્ટ્રાડે ટ્રેડર્સ માટે ITR-3 ફોર્મમાં નવા ફિલ્ડ ઉમેરવામાં આવ્યા છે. 'પાર્ટ A-ટ્રેડિંગ એકાઉન્ટ' માં હવે F&O અને ઇન્ટ્રાડે ટ્રેડથી થતા ટર્નઓવરને અલગ-અલગ દર્શાવવું પડશે. F&O આવકને બિન-સટ્ટાકીય વ્યાપારી આવક માનવામાં આવે છે. તમે આ નુકસાનને પગાર સિવાયની કોઈપણ અન્ય આવક સામે એડજસ્ટ કરી શકો છો અને સમયસર રિટર્ન ભરવા પર તેને આગામી 8 વર્ષ સુધી કેરી ફોરવર્ડ પણ કરી શકાય છે.

આ પણ વાંચો: મજૂર દિવસ પર ગૌતમ અદાણીનો ખાસ સંદેશો : ત્રણ સ્તંભ, પાંચ મંત્ર પર આધારિત ભવિષ્યનો રોડમેપ જાહેર કર્યો

પ્રોફેશનલ્સ અને બિઝનેસ ક્લાસ માટે નવું શું છે?

ITR-4 (પ્રિઝમ્પટિવ ટેક્સેશન): ડોકટરો, વકીલો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ જેવા પ્રોફેશનલ્સ માટે હવે તેમના રોકાણ (Investment) ની સંપૂર્ણ વિગતો આપવી ફરજિયાત રહેશે. આ ફોર્મ એવા પ્રોફેશનલ્સ માટે છે જેમની કુલ આવક (Gross Receipts) ₹75 લાખ સુધીની હોય અને એવા વેપારીઓ માટે છે જેમનું ટર્નઓવર 2 કરોડ સુધી હોય.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now