logo-img
Triumph To Launch Cheap 350cc Bikes Compete With Royal Enfield With Low Price And Strong Look Know What Special

બાઇક Lovers માટે મોટા સમાચાર: : Triumph લોન્ચ કરશે સસ્તી 350cc બાઇક્સ, ઓછી કિંમત અને દમદાર લુક સાથે રોયલ એનફિલ્ડને આપશે ટક્કર, જાણો શું હશે ખાસ

બાઇક Lovers માટે મોટા સમાચાર:
Published by: Offbeat Team
| Last Updated: Feb 27, 2026, 07:06 AM IST

ભારતીય ટુ-વ્હીલર માર્કેટમાં પ્રભુત્વ જમાવવા માટે બજાજ ઓટો (Bajaj Auto) અને બ્રિટિશ આઇકોનિક બ્રાન્ડ ટ્રાયમ્ફ (Triumph) એક મોટો માસ્ટરસ્ટ્રોક રમવા જઈ રહ્યા છે. બજાજ ઓટોના MD અને CEO રાજીવ બજાજે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં પુષ્ટિ કરી છે કે, ટ્રાયમ્ફના નવા 350cc મોડલ્સ એપ્રિલ 2026 સુધીમાં ભારતીય બજારમાં ઉતારવામાં આવશે. આ નવા મોડલ્સ હાલના 400cc મોડલ્સ કરતા સસ્તા હશે, જે મધ્યમ વર્ગના બાઇક પ્રેમીઓ માટે એક શાનદાર સમાચાર છે.

આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ ભારતનું ટેક્સ સ્ટ્રક્ચર છે. હાલમાં ટ્રાયમ્ફના 400cc મોડલ્સ પર વધુ ટેક્સ લાગે છે, પરંતુ 350cc થી નીચેના વાહનો પર ટેક્સ ઓછો હોવાથી કંપની આ નવી રેન્જ દ્વારા કિંમતોમાં મોટો ઘટાડો કરી શકશે. બજાજની આ વ્યૂહરચના માત્ર ટ્રાયમ્ફ પૂરતી સીમિત નથી, પરંતુ આગામી સમયમાં KTM અને બજાજ ડોમિનાર જેવી બ્રાન્ડ્સમાં પણ આવો જ ફેરફાર જોવા મળી શકે છે.

ટેક્સમાં મોટો ફાયદો: કિંમતોમાં થશે મોટો ઘટાડો

ભારતમાં 350cc થી વધુ ક્ષમતા ધરાવતા એન્જિન પર લગભગ 40 ટકા જેટલો ઊંચો ટેક્સ વસૂલવામાં આવે છે. ટ્રાયમ્ફની વર્તમાન 400cc શ્રેણી આ જ બ્રેકેટમાં આવે છે. જોકે, નવા 350cc મોડલ્સ 18 ટકા GST ના નીચલા ટેક્સ સ્લેબમાં આવશે. ટેક્સમાં આ સીધા ઘટાડાને કારણે બજાજ આ બાઇક્સને ખૂબ જ સ્પર્ધાત્મક કિંમતે લોન્ચ કરી શકશે, જે સીધી રીતે રોયલ એનફિલ્ડના માર્કેટને અસર કરશે.

એન્જિન અને પરફોર્મન્સમાં શું ફેરફાર થશે?

નવા 350cc મોડલ્સ માટે કંપની એકદમ નવું એન્જિન નહીં બનાવે, પરંતુ હાલના 399cc એન્જિનને 'ડાઉનસાઇઝ' (કદ ઘટાડવું) કરવામાં આવશે. રિપોર્ટ્સ અનુસાર, એન્જિનના બોરને નાનો કરીને તેનું ડિસ્પ્લેસમેન્ટ 350cc ની નીચે લાવવામાં આવશે. આ ફેરફારને કારણે પાવર આઉટપુટમાં અંદાજે 3 થી 5 hp નો ઘટાડો જોવા મળી શકે છે. હાલનું 399cc એન્જિન 40hp નો પાવર જનરેટ કરે છે, જ્યારે નવું એન્જિન થોડું ઓછું પાવરફુલ હોવા છતાં સિટી રાઇડિંગ માટે ઉત્તમ સાબિત થશે.

KTM અને Dominar માં પણ આવી શકે છે ફેરફાર

રાજીવ બજાજે સંકેત આપ્યો છે કે ટ્રાયમ્ફ બાદ બજાજ તેની અન્ય બ્રાન્ડ્સમાં પણ આ જ મોડેલ અપનાવી શકે છે. જેમાં KTM 390 રેન્જ અને બજાજની પોતાની Dominar 400 તથા NS400Z નો સમાવેશ થાય છે. જોકે આ બ્રાન્ડ્સ માટે હજી કોઈ ચોક્કસ સમયરેખા જાહેર કરવામાં આવી નથી, પરંતુ એપ્રિલ 2026 માં ટ્રાયમ્ફનું લોન્ચિંગ માર્કેટના સમીકરણો બદલી નાખશે તે નક્કી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now