Home Automobile Triumph Speed Twin 1200 Cafe Racer Edition Launched Know About Features And Engine

Triumph Speed Twin 1200 Cafe Racer Edition થયું લોન્ચ! : માત્ર 800 નસીબદારોને જ મળશે આ લિમિટેડ એડિશન બાઇક, જાણો ફીચર્સ

Triumph Speed Twin 1200 Cafe Racer Edition થયું લોન્ચ!
Published by: OBS Bureau
Last Updated: Jan 29, 2026, 01:41 PM IST

Triumph Speed Twin 1200 Cafe Racer Edition : બ્રિટિશ મોટરસાઇકલ દિગ્ગજ કંપની ટ્રાયમ્ફે (Triumph) પોતાની નવી અને અત્યંત આકર્ષક 'સ્પીડ ટ્વિન 1200 કાફે રેસર' (Speed Twin 1200 Cafe Racer) એડિશન પરથી પડદો ઉઠાવ્યો છે. આ બાઇક માત્ર એક વાહન નથી, પણ ટ્રાયમ્ફના ક્લાસિક રેસિંગ ઇતિહાસની એક ઝલક છે. આ લિમિટેડ એડિશન મોડલ સ્પીડ ટ્વિન 1200 RS ના પાવરફુલ પ્લેટફોર્મ પર આધારિત છે.

એક્સક્લુઝિવિટી (દુનિયામાં માત્ર 800 બાઇક)

આ બાઇકની સૌથી મોટી ખાસિયત તેની સંખ્યા છે. ટ્રાયમ્ફ આખી દુનિયામાં આ એડિશનના માત્ર 800 યુનિટ્સ જ વેચવાની છે. આનો અર્થ એ થયો કે, જેમને વિશિષ્ટતા અને એક્સક્લુઝિવિટી પસંદ છે, તેમના માટે આ એક કલેક્ટર આઈટમ સાબિત થશે.

ડિઝાઇન અને આકર્ષક લુક

કાફે રેસરનો ઓરિજનલ સ્વેગ તેના લુકમાં છે. આ બાઇકમાં નીચે સેટ કરેલા ક્લિપ-ઓન હેન્ડલબાર આપવામાં આવ્યા છે, જે રાઇડરને આક્રમક રાઇડિંગ પોઝિશન આપે છે. તેની સાથે બ્રાઉન બુલેટ-સ્ટાઇલ સિંગલ સીટ અને પાછળનું રિમૂવેબલ કવર (કાઉલ) તેને પ્રોપર સ્પોર્ટી લુક આપે છે. બાઇકને ક્લીન લુક આપવા માટે પિલિયન પેગ્સ (પાછળના ફૂટરેસ્ટ) હટાવી દેવામાં આવ્યા છે.

કલર સ્કીમ અને ફિનિશિંગ

આ એડિશનમાં કોમ્પિટિશન ગ્રીન અને એલ્યુમિનિયમ સિલ્વરનું ડ્યુઅલ ટોન કોમ્બિનેશન વાપરવામાં આવ્યું છે. આ કલર કોમ્બિનેશન ટ્રાયમ્ફના જુના રેસિંગ દિવસોની યાદ અપાવે છે. હેડલેમ્પ અને વ્હીલ્સ પરની ગોલ્ડન ડિટેલ્સ આ બાઇકને પ્રીમિયમ અને લક્ઝરી ટચ આપે છે.

એન્જિનની તાકાત

પરફોર્મન્સમાં 1200cc નું પેરેલલ-ટ્વિન એન્જિન છે, જે 105ps પાવર અને 112nm ટોર્ક જનરેટ કરે છે. શ્રેષ્ઠ હેન્ડલિંગ માટે માર્ઝોચી ફ્રન્ટ ફોર્ક્સ અને ઓહલિન્સ રિયર સસ્પેન્શન આપવામાં આવ્યા છે, જ્યારે બ્રેકિંગ માટે વિશ્વપ્રસિદ્ધ બ્રેમ્બો સ્ટાઈલેમા બ્રેક્સનો ઉપયોગ થયો છે.

હાઇ-ટેક ફીચર્સ

આધુનિક જમાનાની જરૂરિયાત મુજબ તેમાં ઘણા રાઇડર એઇડ્સ છે. જેમાં મલ્ટિપલ રાઇડ મોડ્સ, કોર્નરિંગ ABS અને ટ્રેક્શન કંટ્રોલનો સમાવેશ થાય છે. તેનું ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર ક્લાસિક રાઉન્ડ શેપમાં હોવા છતાં તેમાં TFT ડિસ્પ્લે આપવામાં આવી છે, જે બ્લૂટૂથ કનેક્ટિવિટી અને નેવિગેશન સપોર્ટ કરે છે. નોંધનીય છે કે, કંપનીએ આ બાઇક ભારતમાં ક્યારે લોન્ચ થશે કે નહીં, તે અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now