Home International Tragic Road Accident In Jodhpur Tempo Traveller Rams Into Parked Truck More Than A Dozen People Killed

જોધપુરમાં દુ:ખદ માર્ગ અકસ્માત : ટેમ્પો ટ્રાવેલર પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઇ, 15 લોકોના મોત

જોધપુરમાં દુ:ખદ માર્ગ અકસ્માત
Play Video
Published by: OBS Bureau
Last Updated: Nov 03, 2025, 04:20 AM IST

રવિવારે મોડી સાંજે રાજસ્થાનના ફલોદી જિલ્લાના માટોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારતમાલા એક્સપ્રેસ વે પર એક દુ:ખદ માર્ગ અકસ્માત થયો છે. જોધપુરના સુરસાગરના રહેવાસીઓ 18 લોકો, એક ટેમ્પો ટ્રાવેલરમાં બિકાનેરના કોલાયત મંદિરના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. ત્યારે હનુમાન સાગર ચોકડી પાસે, ઝડપી ગતિએ આવતા ટેમ્પો ટ્રાવેલર અચાનક પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ, જેમાં 15 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે.

15 લોકના મોત

ફલોદીના પોલીસ અધિક્ષક મૃત્યુની પુષ્ટિ કરી. તેમણે કહ્યું, 15 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. ત્રણ ઘાયલોને તાત્કાલિક ઓસિયન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાંથી તેમને ગ્રીન કોરિડોર દ્વારા જોધપુર રિફર કરવામાં આવ્યા. ફલોદીના ડીએસપી અચલ સિંહ દેવડાએ જણાવ્યું હતું કે, ટક્કર એટલી ગંભીર હતી કે ટેમ્પો ટ્રાવેલર સંપૂર્ણપણે તૂટી ગયો.

ટેમ્પો ટ્રાવેલરનો કચ્ચરઘાણ

ટેમ્પો ટ્રાવેલરની સીટોમાં ઘણા મૃતદેહો ખરાબ રીતે ફસાયેલા હતા અને પોલીસ અને સ્થાનિક લોકો તેમને કાઢવા માટે કામગીરી હાથ ધરી હતી. ફલોદી પોલીસ સ્ટેશનના અધિકારી અમનરામે જણાવ્યું હતું કે, "તમામ મૃતકો અને ઘાયલો જોધપુરના સુરસાગર વિસ્તારના રહેવાસી હતા. તેઓ કોલાયતની મુલાકાત લઈને તેમના પરિવાર સાથે પરત ફરી રહ્યા હતા. પોલીસ, SDRF અને રાહત ટીમોએ ઘટનાસ્થળે બચાવ કામગીરી હાથ ધરી હતી.

PM એ સહાયની જાહેરાત કરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના ફલોદી જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે ટ્વિટર પર લખ્યું હતું કે, "અકસ્માતમાં થયેલા જાનહાનિથી હું દુઃખી છું. આ મુશ્કેલ સમયમાં મારી સંવેદનાઓ અસરગ્રસ્ત લોકો અને તેમના પરિવારો સાથે છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી દરેક મૃતકોના પરિવારને ₹2 લાખની સહાય આપવામાં આવશે તેમજ ઘાયલોને ₹50,000 સહાય અપાશે."

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now