Home Automobile Toyota Urban Cruiser Ev Launch Date India Features Range Details

આ તારીખે લોન્ચ થશે Toyotaની પ્રથમ ઇલેક્ટ્રિક કાર : જાણો સિંગલ ચાર્જમાં કેટલા કિલોમીટર દોડશે આ દમદાર કાર

આ તારીખે લોન્ચ થશે Toyotaની પ્રથમ ઇલેક્ટ્રિક કાર
Published by: OBS Bureau
Last Updated: Jan 10, 2026, 05:00 PM IST

લાંબી પ્રતીક્ષાનો અંત લાવતા દિગ્ગજ કાર ઉત્પાદક કંપની Toyota ભારતીય બજારમાં પોતાની પ્રથમ ઓલ-ઇલેક્ટ્રિક કાર ઉતારવા માટે સજ્જ થઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ કારને ભારતભરમાં 20 January ના રોજ લોન્ચ કરવામાં આવી શકે છે. તાજેતરમાં જ કંપનીએ પોતાની આગામી Toyota Urban Cruiser EV નું પ્રથમ ટીઝર જાહેર કર્યું છે. આ મોડેલ સાથે Toyota ભારતના ઇલેક્ટ્રિક કાર સેગમેન્ટમાં સત્તાવાર પ્રવેશ કરશે. ઉલ્લેખનીય છે કે, આ નવી એસયુવી Maruti Suzuki e-Vitara નું રી-બેજ્ડ વર્ઝન હશે, પરંતુ તેને Toyota ની આગવી ઓળખ અને સ્ટાઈલ સાથે રજૂ કરવામાં આવશે.

કેવી હશે કારની ડિઝાઈન?

ટીઝરના આધારે કહી શકાય કે Toyota Urban Cruiser EV નો દેખાવ ગયા વર્ષના ઓટો એક્સપોમાં પ્રદર્શિત કરાયેલા કોન્સેપ્ટ મોડેલ જેવો જ રહેશે. આ એસયુવીમાં ‘આઈબ્રો’ સ્ટાઈલ ધરાવતી LED હેડલાઈટ્સ આપવામાં આવી છે, જે તેને અત્યાધુનિક લુક આપે છે. આગળના ભાગમાં પિયાનો બ્લેક ગ્રિલ અને મજબૂત બોનેટ આ ઇલેક્ટ્રિક એસયુવીને પ્રીમિયમ રોડ પ્રેઝન્સ આપે છે.

ઇન્ટિરિયર અને હાઈ-ટેક ફીચર્સ

Toyota Urban Cruiser EV ના કેબિન વિશે હજુ તમામ વિગતો જાહેર થઈ નથી, પરંતુ તેની ઘણી સુવિધાઓ Maruti e-Vitara ને મળતી આવે તેવી શક્યતા છે. તેમાં ટુ-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ, 10.25 ઇંચની મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને 10.1 ઇંચનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર મળી શકે છે. સુરક્ષા માટે તેમાં મલ્ટીપલ એરબેગ્સ, લેવલ-2 ADAS, 360 ડિગ્રી કેમેરા, TPMS અને પેનોરોમિક સનરૂફ જેવા લક્ઝરી ફીચર્સ આપવામાં આવે તેવી અપેક્ષા છે.

બેટરી પેક અને રેન્જની વિગતો

પાવર અને પરફોર્મન્સની વાત કરીએ તો આ ઇલેક્ટ્રિક એસયુવીમાં 49 kWh અને 61 kWh ના બે બેટરી પેક વિકલ્પો મળી શકે છે. મોટી બેટરી સાથે આ કાર સિંગલ ચાર્જમાં આશરે 543 કિલોમીટર સુધીની રેન્જ આપી શકે છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. તેની મોટરની પાવર ક્ષમતા 144 hp થી 174 hp સુધી હોવાની શક્યતા છે. લોન્ચિંગ બાદ આ કાર સીધી રીતે Hyundai Creta Electric, MG ZS EV અને Tata Curvv EV જેવી કાર્સને ટક્કર આપશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now