Toyota Kirloskar Motor : ટોયોટા કિર્લોસ્કર મોટર ઈન્ડિયા એપ્રિલ 2026 માં ગ્રાહકો માટે ખુશીના સમાચાર લાવ્યું છે. કંપની તેની લોકપ્રિય કાર જેવી કે ગ્લાન્ઝા, હાઇરાઇડર અને હાઇલક્સ પર 1 લાખ રૂપિયાથી વધુનો ફાયદો આપી રહી છે. આ ઓફર્સમાં રોકડ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ અને કોર્પોરેટ લાભોનો સમાવેશ થાય છે. જોકે, આ ઓફર શહેર અને ડીલરશીપ મુજબ અલગ હોઈ શકે છે.
Toyota Glanza પર ઓફર
ટોયોટાની પ્રીમિયમ હેચબેક ગ્લાન્ઝા ખરીદવા પર આ મહિને ગ્રાહકોને 69,000 રૂપિયા સુધીનો ફાયદો મળી શકે છે. આમાં 10,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ અને 15,000 રૂપિયાનું એક્સચેન્જ સપોર્ટ સામેલ છે. આ ઉપરાંત, કંપની 30,000 રૂપિયાનું લોયલ્ટી બોનસ અને એક્સેસરી કિટ પણ આપી રહી છે.
Toyota Urban Cruiser Taisor પર બચત
Toyota Urban Cruiser Taisor ના ટર્બો મોડલ પર 55,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જ્યારે તેના નોન-ટર્બો વેરિઅન્ટ્સ પર ગ્રાહકો 45,000 રૂપિયા સુધીની બચત કરી શકે છે. આ કાર કોમ્પેક્ટ ક્રોસઓવર સેગમેન્ટમાં એક ઉત્તમ ઓપ્શન સાબિત થઈ રહી છે.
Toyota Urban Cruiser Hyryder પર સૌથી મોટી છૂટ
Toyota Urban Cruiser Hyryder પર આ મહિને સૌથી વધુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તેના 'S Neo Drive' વેરિઅન્ટ પર 1.10 લાખ રૂપિયા સુધીની બચત થઈ શકે છે. બીજી તરફ, CNG વેરિઅન્ટ પર પણ 1.02 લાખ રૂપિયા સુધીનો ફાયદો મળે છે. હાઇબ્રિડ મોડલ પસંદ કરનારા લોકો માટે 52,000 રૂપિયાનું ફ્લેટ બેનિફિટ આપવામાં આવી રહ્યો છે.
Toyota Hilux & Rumion પર ફાયદો
ટોયોટા હાઇલક્સ જેવી શક્તિશાળી પિકઅપ પર કુલ 1.10 લાખ રૂપિયા સુધીની બચત ઉપલબ્ધ છે, જેમાં 80,000 રૂપિયા રોકડ ડિસ્કાઉન્ટ છે. જ્યારે ફેમિલી કાર રુમિયન (MPV) પર 15,000 રૂપિયા સુધીનો સામાન્ય પણ મહત્વનો ફાયદો મળી રહ્યો છે.





