Home Sports Top 5 Bowlers Who Took The Most Wickets In Ipl 3 Spinners Included In The List

IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર : આ ટોપ-5 બોલરોની IPLમાં સૌથી વધુ ચર્ચા, 3 સ્પિનરોનો સમાવેશ

IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર
Published by: OBS Bureau
Last Updated: Mar 13, 2025, 03:05 PM IST

IPL 2025 શરૂ થવામાં બે અઠવાડિયાથી ઓછો સમય બાકી છે. પ્રથમ મેચ 22 માર્ચે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. દરેક સીઝનમાં ચોગ્ગા અને સિક્સરની બોલબાલા જોવા મળે છે, પરંતુ બોલરોનો જાદુ પણ દરેક સીઝનમાં જોવા મળે છે. ગત સિઝનમાં પંજાબ કિંગ્સના બોલર હર્ષલ પટેલે શાનદાર બોલિંગ કરી હતી. હર્ષલ IPL 2024માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. હર્ષલે 14 મેચમાં 24 વિકેટ લઈને પર્પલ કેપ કબજે કરી હતી. આજે અમે તમને IPL ઈતિહાસમાં એવા 5 બોલરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેમણે સૌથી વધુ વિકેટ લીધી છે.

IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર

1. યુઝવેન્દ્ર ચહલ
લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી IPLમાં ડેબ્યૂ કર્યું હતું. હાલમાં, ચહલ IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ તરફથી રમી ચૂક્યો છે. ચહલ IPL 2025માં પંજાબ કિંગ્સ તરફથી રમતા જોવા મળશે. ચહલ IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. અત્યાર સુધી તેણે 160 મેચમાં બોલિંગ કરતા 205 વિકેટ ઝડપી છે. જેમાં તેનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 40 રનમાં 5 વિકેટ ઝડપી રહ્યું હતું.

2. પિયુષ ચાવલા
પીયૂષ ચાવલાએ આઈપીએલમાં ચાર ટીમો ચેન્નાઈ સુપર કિંગ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ માટે મેચ રમી છે. પિયુષે 192 મેચમાં બોલિંગ કરીને 192 વિકેટ લીધી છે. જેમાં તેનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 17 રનમાં 4 વિકેટ ઝડપી રહ્યું હતું. પીયૂષ ચાવલા આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલર છે.

3. ડ્વેન બ્રાવો
ડ્વેન બ્રાવોએ હવે આઈપીએલમાંથી પણ નિવૃત્તિ લઈ લીધી છે. બ્રાવો T20 ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંનો એક હતો. તે IPL ઈતિહાસમાં ત્રીજો સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ છે. તેની IPL કરિયરમાં તેણે 161 મેચમાં બોલિંગ કરી અને 183 વિકેટ લીધી.

4. ભુવનેશ્વર કુમાર
ભુવનેશ્વર કુમાર આઈપીએલમાં અત્યાર સુધીમાં 176 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેણે બોલિંગ દરમિયાન 181 વિકેટ ઝડપી છે. IPLમાં ભુવીનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 19 રનમાં 5 વિકેટ ઝડપી રહ્યું છે. આ વખતે ભુવનેશ્વર કુમાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા જોવા મળશે.

5. સુનીલ નરેન

કોલકાતા નાઈટ રાઈડર્સના ઓલરાઉન્ડર સુનીલ નારાયણે અત્યાર સુધી 177 આઈપીએલ મેચ રમી છે. જ્યારે બોલિંગમાં તેણે 180 વિકેટ લીધી છે. આ સમયગાળા દરમિયાન તેનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 19 રનમાં 5 વિકેટ લેવાનું રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now