આજે 16 ફેબ્રુઆરી છે અને ભારતીય ઇતિહાસમાં આ દિવસનું વિશેષ મહત્વ છે. આજના દિવસે ભારતીય ફિલ્મ ઉદ્યોગના પિતામહ ગણાતા દાદા સાહેબ ફાળકેએ દુનિયાને અલવિદા કહ્યું હતું. 30 એપ્રિલ 1870 માં જન્મેલા આ મહાન ફિલ્મ સર્જકનું અવસાન 16 ફેબ્રુઆરી 1944 ના રોજ થયું હતું. ભારતીય સિનેમામાં તેમના અતુલ્ય યોગદાનને સન્માન આપવા માટે ભારત સરકાર દ્વારા વર્ષ 1969 થી ‘દાદા સાહેબ ફાળકે એવોર્ડ’ આપવાની શરૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત, આજના દિવસે દેશ અને દુનિયામાં અનેક પરિવર્તનકારી ઘટનાઓ બની છે.
16 ફેબ્રુઆરીની ઐતિહાસિક ઘટનાઓ
ઇતિહાસના પાનાઓ પર નજર કરીએ તો આજના દિવસે વિજ્ઞાન, રમતગમત અને રાજકારણ ક્ષેત્રે મહત્વના વળાંકો આવ્યા છે:
1914: પ્રથમ વિમાને લોસ એન્જલસ અને સાન ફ્રાન્સિસ્કો વચ્ચે સફળ ઉડાન ભરી હતી.
1918: લુથિયાના દેશે પોતાની જાતને એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે જાહેર કર્યું હતું.
1969: મહાન શાયર મિર્ઝા ગાલિબની 100 મી પુણ્યતિથિ નિમિત્તે ભારત સરકાર દ્વારા ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.
1982: કલકત્તામાં સૌપ્રથમ વખત ‘જવાહરલાલ નેહરુ ઇન્ટરનેશનલ ગોલ્ડ કપ’ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
1987: સબમરીન પરથી સબમરીન પર હુમલો કરી શકે તેવી મિસાઇલને ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી હતી.
2003: વિશ્વની પ્રથમ ક્લોન ઘેટાં ‘ડોલી’ ને દયા મૃત્યુ આપવામાં આવ્યું હતું.
2008: બિહારના તત્કાલીન મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યમાં ‘મુખ્યમંત્રી કન્યા વિવાહ યોજના’ નો પ્રારંભ કરાવ્યો હતો.
આજના દિવસે જન્મેલી પ્રખ્યાત હસ્તીઓ
1745: મરાઠા સામ્રાજ્યના ચોથા પેશવા થોરલે માધવરાવ પેશવાનો જન્મ થયો હતો.
1937: આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ચિત્રકાર અને લેખક ગુલામ મોહમ્મદ શેખનો જન્મ.
1978: ભારતીય ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્સમેન વસીમ જાફરનો જન્મ.
આજના દિવસે અવસાન પામેલી વિભૂતિઓ
1944: ભારતીય સિનેમાના જનક દાદા સાહેબ ફાળકેનું નિધન.
1956: પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિક મેઘનાથ સાહાનું અવસાન, જેમણે ખગોળશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રમાં મહત્વનું પ્રદાન કર્યું હતું.
2016: સંયુક્ત રાષ્ટ્રના 6 ઠ્ઠા મહાસચિવ બુતરસ ધાલીનું નિધન થયું હતું.
2022: ભારતના જાણીતા ગાયક અને ‘ડિસ્કો કિંગ’ તરીકે ઓળખાતા બપ્પી લાહિરીનું અવસાન થયું હતું.




















