Home Entertainment Tiku Talsania Suffered A Brain Stroke

હાસ્ય કલાકાર હૉસ્પિટલમાં : આ જાણીતા કલાકારને આવ્યો બ્રેઈન સ્ટ્રોક, જાણો કેવી છે સ્થિતિ

હાસ્ય કલાકાર હૉસ્પિટલમાં
Published by: OBS Bureau
Last Updated: Jan 11, 2025, 04:56 PM IST

બોલીવુડના જાણીતા અને પીઢ અભિનેતા ટીકુ તલસાણિયાને બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે. જેમણે પોતાના કરિયરમાં એકથી એક ચડિયાતી ફિલ્મોમાં અભિનય કર્યો છે તેવા ટીકુ તલસાણિયા હાલ સારવાર હેઠળ છે. જ્યારથી હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા ટીકુ તલસાણિયાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, ત્યારથી દરેક વ્યક્તિ તેમના સ્વાસ્થ્ય વિશે જાણવા માંગે છે. સમાચારોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે પીઢ અભિનેતાને હાર્ટ એટેક આવ્યો હતો. હવે તેના પરિવારનું નિવેદન સામે આવ્યું છે.

અભિનેતાને આ કારણે કર્યા એડમિટ
અભિનેતાની પત્ની દીપ્તિ તલસાણિયાએ એક ન્યૂઝ ચેનલને આપેલી માહિતી પ્રમાણે તેમને હાર્ટ અટેક નહીં પરંતુ બ્રેઈન સ્ટ્રોક થયો છે. શનિવારે સવારે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક્ટર એક ફિલ્મના સ્ક્રીનિંગ માટે પહોંચ્યા હતા અને તે રાત્રે લગભગ 8 વાગ્યે તેમને બેચેની થવા લાગી હતી.તેમની તબિયતને જોતા તેમને તરત હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હાલ તેઓ મુંબઈના કોકિલાબેન હૉસ્પિટલમાં દાખલ થયા છે.
બોલીવુડના જાણીતા અને પીઢ અભિનેતા ટીકુ તલસાણિયાને બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે. જેમણે પોતાના કરિયરમાં એકથી એક ચડિયાતી ફિલ્મોમાં અભિનય કર્યો છે તેવા ટીકુ તલસાણિયા હાલ સારવાર હેઠળ છે. જ્યારથી હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા ટીકુ તલસાણિયાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, ત્યારથી દરેક વ્યક્તિ તેમના સ્વાસ્થ્ય વિશે જાણવા માંગે છે. સમાચારોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે પીઢ અભિનેતાને હાર્ટ એટેક આવ્યો હતો. હવે તેના પરિવારનું નિવેદન સામે આવ્યું છે.

હવે કેવી છે સ્થિતિ?
ટીવી અભિનેત્રી રશ્મિ દેસાઈએ પણ ચાહકોની ચિંતાઓને દૂર કરીને અભિનેતાના સ્વાસ્થ્ય વિશે મીડિયા સાથે માહિતી શેર કરી છે. અભિનેત્રી રશ્મિ દેસાઈ, જે ગઈકાલે સાંજે એક ફિલ્મ પ્રીમિયરમાં અભિનેતા ટીકુ તલસાનિયા સાથે હાજર હતી, તેણે કહ્યું કે તે હવે સારી છે અને તેને સમયસર હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. રશ્મિ દેસાઈએ એ પણ જણાવ્યું કે પ્રીમિયર દરમિયાન એક્ટર એકદમ ઠીક હતો.તલસાણિયાએ સલમાન ખાનની સાથે તે 'અંદાઝ અપના-અપના', 'પ્યાર કિયા તો ડરના ક્યા', 'પાર્ટનર' જેવી ફિલ્મોમાં જોવા મળ્યો હતો. તેણે પોતાના કરિયરમાં અત્યાર સુધીમાં અંદાજે 250 ફિલ્મોમાં કામ કર્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now