Home Tech/Gadgets Tiktok Ban Usa Reason And Future Update

ખતમ, ટાટા, બાયબાય... : ભારત બાદ અમેરિકામાં પણ TikTok પર પ્રતિબંધ, યુઝર્સ જોવા મળી રહ્યો છે આ મેસેજ

ખતમ, ટાટા, બાયબાય...
Published by: OBS Bureau
Last Updated: Jan 19, 2025, 08:28 AM IST

TikTok Ban: અમેરિકામાં લોકપ્રિય શોર્ટ-ફોર્મ વીડિયો એપ્લિકેશન ટિકટોક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રતિબંધ બાદ TikTokએ યુઝર્સને સંદેશ મોકલ્યો, જેમાં કહેવામાં આવ્યું કે "અમે શક્ય તેટલી વહેલી તકે યુએસમાં અમારી સેવા પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહ્યા છીએ." CapCut એપ પર પણ આવો જ સંદેશ દેખાય છે. રાત્રે 10:30 વાગ્યે ET પછી TikTok અને CapCutએ યુએસમાં યુઝર્સને સેવાઓ પૂરી પાડવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું.

અમેરિકામાં કેમ બેન થયું TikTok?
થોડા સમય પહેલા બાઇડન સરકારે અમેરિકામાં એક નવો કાયદો પસાર કર્યો હતો. જે હેઠળ જો TikTok તેની પેરેન્ટ કંપની એટલે કે ByteDanceથી અલગ નહીં થાય તો 19 જાન્યુઆરી 2025થી અમેરિકામાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવશે. હવે, આ કાયદાને કારણે એપ ઓફલાઇન થઈ ગઈ છે.


Image


App Storeમાંથી ગાયબ થઈ એપ
એક પોસ્ટમાં એપલ હબે માહિતી આપી છે કે, ટિકટોક એપને યુએસ એપ સ્ટોરમાંથી દૂર કરવામાં આવી છે. એટલું જ નહીં અમેરિકામાં લાખો યુઝર્સ હવે TikTok ખોલ્યા પછી એક પોપ-અપ સંદેશ જોઈ મળી રહ્યો છે, જેને ઘણા યુઝર્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી રહ્યા છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પનું વલણ
બીજી તરફ રાષ્ટ્રપતિ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે, 20 જાન્યુઆરીએ શપથ લીધા પછી તેઓ એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા 90 દિવસ માટે પ્રતિબંધ મુલતવી રાખી શકે છે. જો કે, હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે તે કાયદા હેઠળ આ નિર્ણય લેશે કે પ્રતિબંધ પછી પણ તેની પાસે આ વિકલ્પ રહેશે. ટિકટોક યુઝર્સે પણ આ પ્રતિબંધ પર નારાજગી વ્યક્ત કરી છે. યુઝર્સ હવે પ્રતિબંધ હટાવવા માટે કંપની કરતા બન્ને સરકારો પર વધુ દબાણ કરી રહ્યા છે. ટિકટોક પ્રેમીઓને આશા છે કે આ સેવા ટૂંક સમયમાં ફરી શરૂ થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now