Home Gujarat Three Arrested For Betting On Cricket In Madhapar

માધાપરમાં ક્રિકેટ સટ્ટો રમતા ત્રણ ઝડપાયા : 4 આરોપી ફરાર, 12 મોબાઈલ, 1 ટેબલેટ, રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત

માધાપરમાં ક્રિકેટ સટ્ટો રમતા ત્રણ ઝડપાયા
Published by: OBS Bureau
Last Updated: Jan 05, 2026, 05:11 AM IST

Madhapar Cricket Betting : માધાપર વિસ્તારમાં ક્રિકેટ સટ્ટો રમતા ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પશ્ચિમ કચ્છ LCB પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન આરોપીઓ 20-20 ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે સ્થળ પર દરોડો પાડી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

ક્રિકેટ સટ્ટો રમતા ત્રણ આરોપી ઝડપાયા

તપાસ દરમિયાન તેમની પાસેથી 12 મોબાઈલ ફોન, 1 ટેબલેટ તેમજ રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. વધુ તપાસમાં ક્રિકેટ સટ્ટા બેટિંગ સાથે જોડાયેલા અલગ અલગ માસ્ટર એડમિન આઈડીમાં કુલ રૂપિયા 1 કરોડ 30 લાખ 910 જેટલું બેલેન્સ હોવાનું પણ સામે આવ્યું છે.

ચાર ફરાર આરોપીઓને દબોચી લીધા

આ મામલે માધાપર પોલીસ સ્ટેશનમાં કુલ 7 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે આ કેસમાં સંડોવાયેલા અન્ય ચાર ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ચક્રોગતિમાન કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now