Home Tech/Gadgets This Strange Thing Rains On The Moon Everything Gets Destroyed

ચંદ્ર પર અજીબ હરકત : ચાંદ પર થાય છે આ અજીબ ચીજનો વરસાદ, બધું થઈ જાય છે તબાહ

ચંદ્ર પર અજીબ હરકત
Published by: OBS Bureau
Last Updated: Jan 22, 2025, 05:47 PM IST

ચાંદા મામા વિશે આમ તો ઘણું બધું લખાયું છે. તેના પર કવિતા, ગીતો, શાયરીઓ બન્યા છે. પરંતુ એક વૈજ્ઞાનિક તેને અલગ રીતે જ જુએ છે. ચાંદ પૃથ્વીનો એક પ્રાકૃતિક ઉપગ્રહ છે, જે પૃથ્વીની ચારે બાજુ ચક્કર લગાવે છે. જેની કૂલ ઉંમર 4.51 અરબ વર્ષ છે. ચંદ્ર વિશે અનેક એવા રહસ્યો છે જેના પર સંશોધન કરવામાં આવી રહ્યું છે. એમાંથી એક રહસ્યમય વાત એ છે કે, પૃથ્વી પર જે રીતે વરસાદ થાય છે એ રીતે ચંદ્ર પર નથી થતો. ચંદ્ર પર એક અલગ જ વસ્તુનો વરસાદ થયા છે અને તે ખૂબ જ ખતરનાક છે.

સૂક્ષ્મ ઉલ્કાપિંડો, એટલે કે નાના ઉલ્કાપિંડો, ઘણીવાર ચંદ્ર પર પડે છે. તમે ચંદ્ર પરના ખાડાઓ વિશે સાંભળ્યું જ હશે. ચંદ્રની સપાટી પરના આ ખાડાઓ આ સૂક્ષ્મ ઉલ્કાપિંડોના વરસાદને કારણે બને છે.સૂક્ષ્મ ઉલ્કાપિંડો, એટલે કે નાના ઉલ્કાપિંડો, ચંદ્રની સપાટી પર ખૂબ જ ઝડપથી પડે છે. તેઓ ચંદ્ર પર 20 થી 25 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે પડે છે. જ્યારે તેઓ એકસાથે પડે છે. તો એવું લાગે છે કે જાણે વરસાદ પડી રહ્યો છે. આનાથી ચંદ્રની સપાટીને ઘણું નુકસાન થાય છે. આ સૂક્ષ્મ ઉલ્કાપિંડોને કારણે આસપાસની દરેક વસ્તુ નાશ પામે છે.

ચાંદની સપાટી પર જે સૂક્ષ્મ ઉલ્કાપિંડો પડે તે ચંદ્રની સપાટી સાથે અન્ય વસ્તુઓને પણ નુકસાન કરે છે. જેમાં ગામા કિરણો પણ સામેલ હોય છે. જેમાંથી ખૂબ જ રેડિયેશન નિકળે છે. તેનાથી પણ ચંદ્રની સપાટીને ખૂબ જ નુકસાન થાય છે. આ સાથે સૂર્યમાંથી નિકળતા સોલર વિંડ અને પ્લાઝમાનો વરસાદ પણ ચંદ્રની સપાટી પર પડે છે ત્યારે તેને નુકસાન થાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now