Home Sports This Spinner Is More Dangerous Than Ashwin Surpassed Shane Warne To Become Asia Alexander

આંગળીઓ પર નાચે છે બેટ્સમેન : અશ્વિનથી ખતરનાક છે આ સ્પિનર, શેન વોર્નને પછાડી બન્યો એશિયોનો 'સિકંદર'

આંગળીઓ પર નાચે છે  બેટ્સમેન
Published by: OBS Bureau
Last Updated: Feb 07, 2025, 03:57 PM IST

Unique Cricket Records:આર. અશ્વિન, ભારતનો એ બોલર છે, જેની ખ્યાતિ સમગ્ર વિશ્વમાં ગુંજી રહી છે. અશ્વિને ઘણા મહાન ખેલાડીઓને પોતાના સ્પિન જાળમાં ફસાવીને ઘણા રેકોર્ડ બનાવ્યા છે. પણ એક બોલર એવો પણ છે જે અશ્વિન કરતાં પણ વધુ ખતરનાક છે. આ ખેલાડીએ શેન વોર્નનો વર્લ્ડ રેકોર્ડ પણ તોડ્યો હતો. અશ્વિને 2024 ના અંતમાં નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. પરંતુ જ્યારે તે એક્શનમાં હતો, ત્યારે આ બોલર સાથે તેની શાનદાર ટક્કર જોવા મળી હતી.

કોણ છે એ બોલર?
ક્રિકેટ પ્રેમીઓ સમજી ગયા હશે કે આપણે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિનર ​​નાથન લિયોન વિશે વાત કરી રહ્યા છીએ. જેમણે શ્રીલંકા સામે ચાલી રહેલી ટેસ્ટ સીરિઝમાં મોટી સિદ્ધિ મેળવી છે. ભલે લાયનના નામે ઘણા રેકોર્ડ્સ છે, પરંતુ હવે તે એશિયાના સિકંદર બની ચૂક્યા છે. શેન વોર્ન પોતાની આંગળીઓના જાદુથી બેટ્સમેનોને નચાવતો નજરે પડે છે. મોટા મોટા ક્રિકેટના મહારથી તેમની ફિરકીના ચક્રવ્યૂહને ઘણી વખત સમજવામાં નિષ્ફળ જતા જોવા મળ્યા છે.

શ્રીલંકા સામે શાનદાર પ્રદર્શન
શ્રીલંકા સામે નાથન લિયોને શાનદાર બોલિંગ કરી છે. અત્યાર સુધીમાં તેણે બીજી ટેસ્ટમાં 3 વિકેટ લીધી છે. પરંતુ તેણે પહેલી ટેસ્ટમાં 7 વિકેટ લીધી હતી. હવે નાથન લિયોન એશિયામાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. તેમના નામે 150 ટેસ્ટ વિકેટ છે. શેન વોર્નનો વર્ષોથી રહેલો રેકોર્ડ હવે તૂટી ગયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now